Anokha Gujaratno 1 Anokho Gujarati

ગુરુવાર, 27 ઑક્ટોબર, 2016

Police Bharati 2016 New Rules...update 27/10/2016

��પોલીસ ભરતી 2016��

��“પી.એસ.આઇ/એ.એસ.આઇ. ભરતીના નવા નિયમો”

Ⓜગુજરાત સરકારના ઠરાવ તા:૦૫/૦૩/૨૦૧૬ મુજબ પી.એસ.આઈ. અને એ.એસ.આઈના ભરતી નિયમોમાં મૌખિક પરીક્ષા રદ કરવામાં આવેલ છે અને રનીંગના માર્ક્સ મેરીટમાં ગણવામાં આવશે.

Ⓜએપેન્ડીક્સ – II: પ્રીલીમીનરી પરીક્ષા
સમય – ૧ કલાક માર્કસ– ૧૦૦ ઓબ્જેક્ટીવ. દરેક પ્રશ્ન ૧ માર્કનો રહેશે. બઘા જ પ્રશ્નોના પ્રત્યુત્તર આ૫વાના રહેશે. દરેક ખોટા જવાબના ૦.૨૫ માઈનસ થશે. આમાંથી ૧૫ ગણા ફીઝીકલ એફીશીયન્સી ટેસ્ટ(ક્વોલીફાઈંગ ટેસ્ટ)માટે લાયક બનશે.જનરલ નોલેજ, કરન્ટ અફેર્સ, સાયકોલોજી, હીસ્ટ્રી, જીઓગ્રાફી, સોશીઓલોજી, સાયન્સ અને મેન્ટલ એબીલીટીના MCQ  અને OMR પધ્ધતિના પ્રશ્નો હશે.

Ⓜએપેન્ડીક્સ – III: એફીસીયન્શી ટેસ્ટ(ક્વોલીફાઈંગ ટેસ્ટ)
ક્વોલીફાઇંગ ટેસ્ટ સ્ટાન્ડર્ડ, કુલ માર્ક – ૫૦ ૫ર્ફોર્મન્સ પ્રમાણે, જેમ સમય વધશે તેમ માર્ક્સ    ઘટશે.
પુરૂષ દોડ – ૫૦૦૦ મીટર,૨૫ મીનીટ – ૨૦ મીનીટમાં પુર્ણ કરે તો પુરા ૫૦ માર્ક્સ, ૨૫ મીનીટમાં પુર્ણ કરે તો ૨૦ માર્ક્સ.
મહિલા દોડ – ૧૬૦૦ મીટર, ૯.૩૦ મીનીટ – ૭ મીનીટમાં પુર્ણ કરે તેને પુરા ૫૦ માર્ક્સ, ૯.૩૦ મીનીટમાં પુર્ણ કરે તેને ૨૦ માર્ક્સ.
એક્સ સર્વીસમેન દોડ – ૨૪૦૦ મીટર, ૧૨.૩૦ મીનીટ – ૧૦ મીનીટમાં પુર્ણ કરે તેને પુરા ૫૦ માર્ક્સ, ૧૨.૩૦ મીનીટમાં પુર્ણ કરે તો ૨૦ માર્ક્સ.

Ⓜએપેન્ડીક્સ – IV: મુખ્ય ૫રીક્ષા (લેખીત)
૧૦૦ માર્કના ૪ ઓબ્જેક્ટીવ પે૫ર દીઠ ૯૦ મીનીટ. પ્રત્યેકપ્રશ્ન ૧ માર્કનો, ખોટા પશ્નનો ૦.૨૫ નેગેટીવ. મુખ્ય લેખીત ૫રીક્ષામાં ઓછામાં ઓછા ૪૦% માર્કસ લેવાના રહેશે.
પેપર ૧ – ગુજરાતી ગ્રામર, વર્બલ એપ્ટીટ્યુડ , વોકેબ્યુલરી, ઇડીમ્સ, કોમ્પ્રીહેન્સન વગેરના ઓબ્જેક્ટીવ પ્રશ્નો.
પેપર ૨ – અંગ્રેજી, પેપર ૧ મુજબ.
ગુજરાતી અને અંગ્રેજીના પેપરનું સ્ટાન્ડર્ડ હાયર સેકન્ડરી જેટલું રહેશે.
પેપર ૩ – જનરલ નોલેજ, કરંટ અફેર્સ, કોમ્પ્યુટર નોલેજ અને સાયકોલોજી ટેસ્ટ ઓબ્જેક્ટીવ પ્રકારનું.
કોમ્પ્યુટર ધો.૧૨ લેવલ અને બાકીના ગ્રેજ્યુએટ લેવલ.
પેપર ૪ – લીગલ મેટર, ઓજેક્ટીવ ટાઇપ- ભારતનું બંધારણ,કોડ ઓફ ક્રીમીનલ પ્રોસીજર-૧૯૭૩, ઇન્ડીયન પીનલ કોડ-૧૮૬૦, એવીડન્સ એક્ટ-૧૮૭૨, ગુજરાત પોલીસ એક્ટ-૧૯૫૧, ગુજરાત પ્રોહિબીશેનએક્ટ-૧૯૪૯, પ્રીવેન્શન ઓફ કરપ્શન એક્ટ-૧૯૮૮, શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઇબ(પ્રીવેન્શન ઓફ એટ્રોસીટી‌એક્ટ-૧૯૮૯, મોટર વિહીકલ એક્ટ-૧૯૮૮

Ⓜએપેન્ડીક્સ – V: વેઈટેજ ઓફ એડિશનલ માર્કસ
૨ માર્ક ‘સી’ લેવલ સર્ટીફીકેટ ઓફ એન.સી.સી.
રક્ષા શક્તિ યુનિવર્સીટીનાં ૫ થી ૧૫ ૫રફોર્મન્સ પ્રમાણે.

મેરીટ લીસ્ટ
મુખ્ય ૫રીક્ષા - ૪૦૦ માર્કસ + ફીઝીકલ – ૫૦ માર્કસ + વેઈટેજ ઓફ એડીશનલ મળી મેરીટ લીસ્ટ બનશે

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો