Anokha Gujaratno 1 Anokho Gujarati

Monday, 28 May 2018

વડોદરાઃ બાળપણમાં ગુમાવ્યા'તા બંને હાથ-પગ, ધો-10માં મેળવ્યા 98.53 PR

વડોદરાઃ બાળપણમાં ગુમાવ્યા'તા બંને હાથ-પગ, ધો-10માં મેળવ્યા 98.53 PR


આ સ્ટુડન્ટે 11 વર્ષની ઉંમરે વીજ કરંટથી ગુમાવેલા હાથ-પગ, હવે બનવુ છે ડોક્ટર

બાળપણમાં બંને હાથ-પગ ગુમાવ્યા, ધો-10માં મેળવ્યા 98.53 PR

વડોદરાઃ 11 વર્ષની ઉંમરે વીજ કરંટ લાગતા બંને હાથ-પગ ગુમાવી દેનાર શહેરના સ્ટુડન્ટે ધો-10ની પરીક્ષામાં 98.53 પર્સેન્ટાઇલ મેળવ્યા છે. સ્ટુડન્ટ શિવમે ધો-10ની રાઇટરની મદદ વિના હાથમાં પહેરેલા મોજામાં પેન ભરાવીને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા આપી હતી. શિવમે જણાવ્યું કે, મારા પરિણામથી હું ખુબ જ ખુશ છુ. ભલે મારા હાથ-પગ નથી. પરંતુ, હું ડોક્ટર બનીને મારા માતા-પિતાનું સપનું સાકાર કરીશ.

બાળપણમાં બંને હાથ-પગ ગુમાવ્યા, ધો-10માં મેળવ્યા 98.53 PR
વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં વિજયનગરમાં શિવમ સોલંકી પરિવાર સાથે રહે છે. શિવમ 11 વર્ષનો હતો. ત્યારે પતંગ પકડવા જતા તેને વીજ કરંટ લાગ્યો હતો. જેમાં તે પોતાના બંને હાથ-પગ ગુમાવી બેઠો હતો. પતંગની જેમ આકાશે ઉડવાની ઇચ્છા ધરાવનાર શિવમે બંને હાથ-પગ ગુમાવી દેતા તેની જિંદગીનો ટર્નિંગ પોઇન્ટ આવી ગયો હતો.

માતા-પિતાને શિવમ સાથે બનેલી અણધારી ઘટના સ્વિકાર્યા સિવાય બીજો કોઇ વિકલ્પ ન હતો. શિવમના પિતા મુકેશભાઇ સોલંકી નોકરી કરતા હોવાથી શિવમની જવાબદારી માતા હંસાબહેને ઉપાડી લીધી હતી. અને બંને હાથ-પગ ન ગુમાવી દીધા બાદ નાસી પાસ થઇ ગયેલા શિવમને હિંમત આપી હતી. અને શિવમને કપાઇ ગયેલા હાથમાં મોજા પહેરાવી તેમાં પેન ફસાવીને લખવાની પ્રેકટીસ શરૂ કરાવી. અને હવે શિવમે ધો-10ની 98.53 પર્સેન્ટાઇલ મેળવીને પરિવારનું નામ રોશન કર્યુ છે. શિવમના પરિવારમાં આજે ખુશીનું મોજુ ફરી વળ્યુ છે.


0 comments:

Post a Comment