Anokha Gujaratno 1 Anokho Gujarati

Thursday, 10 May 2018

ધોરણ 12 સાયન્સ અને ગુજકેટની પરિક્ષાનું પરિણામ જાહેર, રાજકોટ જિલ્લો પ્રથમ ક્રમે

ધોરણ 12 સાયન્સ અને ગુજકેટની પરિક્ષાનું પરિણામ જાહેર, રાજકોટ જિલ્લો પ્રથમ ક્રમે




જોવો તમારું ધોરણ - 12  સાયન્સ અને ગુજકેટ ની પરીક્ષાનું પરિણામ 

RESULT online :- અહી ક્લિક કરો 


ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેની વિદ્યાર્થીઓ રાહ જોઇ રહ્યા હતા તે પરિણામ જાહેર થઇ ચુક્યું છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પરિણામ જાહેર કર્યું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 72.99 ટકા પરિણામ આવ્યું. રાજ્યમાં 140 કેન્દ્ર હતા. 1.34 લાખ પરિક્ષાર્થી નોંધાયા હતા. 1,34,352 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 98067 વિદ્યાર્થીઓ ઉતિર્ણ થયા છે. વિદ્યાર્થીઓનું 71.84 ટકા પરિણામ આવ્યું. વિદ્યાર્થીનીઓનું 74.91 ટકા પરિણામ આવ્યું. ગુજરાતી માધ્યમનું 72.45 ટકા પરિણામ આવ્યું. અંગ્રેજી માધ્યમનું 75.58 ટકા પરિણામ આવ્યું.મહત્વનું છે કે, સમગ્ર રાજ્યમાં રાજકોટ જિલ્લામાં 85.03 ટકા પરિણામ સાથે પ્રથમ ક્રમે આવ્યું છે. છોટા ઉદેપુર જિલ્લાનું 35.64 ટકા પરિણામ સાથે સૌથી નીચુ પરિણામ આવ્યું છે. રાજ્યમાં જામનગરનું ધ્રોલ કેન્દ્ર 95.62 ટકા સાથે પ્રથમ આવ્યું. બોડેલી કેન્દ્ર 27 ટકા પરિણામ સાથે છેલ્લા ક્રમે રહ્યું છે.ઉલ્લેખનીય છે કે, કોપી કેસમાં ઝડપાયેલા ધો-12 સાયન્સના 120 વિદ્યાર્થીઓના પરિણામ અનામત રાખવામાં આવ્યા છે. આજે ગુજકેટની પરીક્ષાનું પરિણામ પણ જાહેર. ગુજકેટના 1.36 લાખ વિદ્યાર્થીઓનું આજે પરિણામ જાહેર.મહત્વનું છે કે, સવારે 11 કલાકથી 4.00 વાગ્યા સુધી સ્કૂલો દ્વારા માર્કશીટનું વિતરણ કરવામાં આવશે. ઓનલાઇન પરિણામ આપ સવારે 9.00 કલાકે જોઇ શકશો. વેબસાઇટ www.gseb.org પરથી આપ સવારથી જ પરિણામ જોઇ શકશો.
  • A ગ્રુપ નું પરિણામ 77.29 ટકા
  • B ગ્રુપનું પરિણામ 69.77 ટકા
  • 100 ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 42
  • 188 દિવ્યાંગ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા
  • 136 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ
  • 2838 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ મેળવ્યો
  • બોર્ડની વેબસાઇટ પરથી પરિણામ જોઇ શકાશે
  • 120 વિદ્યાર્થીઓના પરિણામ અનામત રખાયા
  • ગેરરીતિ આચરનાર વિદ્યાર્થીઓના પરિણામ અનામત રખાયા
  • ગત વર્ષની સરખામણી ચાલુ વર્ષે પરિણામ ઊંચુ રહ્યું
  • A-1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 136
  • A-2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 2838
  • B-1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 8762
  • B-2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 15,295
  • C-2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 32,234
  • E-1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 294

0 comments:

Post a Comment