Anokha Gujaratno 1 Anokho Gujarati

Wednesday, 30 May 2018

મોદીએ ઈન્ડોનિશેયાના કાલીબાટામાં શહીદોને આપી શ્રદ્ધાંજલિ

મોદીએ ઈન્ડોનિશેયાના કાલીબાટામાં શહીદોને આપી શ્રદ્ધાંજલિ


મોદી ઈન્ડોનેશિયાની મુલાકાત પછી મલેશિયા અને સિંગાપોર પણ જશે

જકાર્તા: ત્રણ દેશોની મુલાકાતના પહેલાં તબક્કામાં વડાપ્રધાન મોદી અત્યારે ઈન્ડોનેશિયામાં છે. બુધવારે સવારે નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ જોકો વિદોદો સાથે મુલાકાત કરી હતી. ત્યારપછી બંને કાલીબાટા સ્મારક ગયા હતા. ત્યાં તેમણે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. આજે બંને નેતાઓ વચ્ચે પ્રતિનિધિ મંડળ સ્તરની વાતચીત થશે. તેમાં દરિયા, વેપાર અને રોકાણ સહિત ઘણાં ક્ષેત્રે દ્વિપક્ષીય સહયોગ વિશે ચર્ચા કરવામાં આવશે. બંને નેતાઓ સીઈઓ બિઝનેસ ફોરમની બેઠકમાં પણ સામેલ થશે.

ઈન્ડોનેશિયામાં બે દિવસ રોકાશે મોદી

- ઈન્ડોનેશિયામાં મોદી બે દિવસ રોકાશે. ત્યારપછી તેઓ ત્યાંથી મલેશિયા અને સિંગાપોર જશે.
- વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, વડાપ્રધાન આ દરમિયાન ત્રણેય દેશના નેતાઓ સાથે દ્વીપક્ષીય ચર્ચા કરશે. તેમાં રક્ષા સહિત ઘણાં મુદ્દાઓ પર કરાર થઈ શકે છે.
- મોદીની આ ઈન્ડોનેશિયાની આ પહેલી અને સિંગાપોરની બીજી વખતની મુલાકાત છે.

કાલીબાટોમાં કયા સૈનિકોની કબર છે?

અહીં તે સૈનિકોને દફનાવવામાં આવ્યા છે જેમણે દ્વિતીય વિશ્વ યુદ્ધના સમયે ઈન્ડોનેશિયાને ડચથી આઝાદી અપાવી હતી. અહીં 1000 જાપાની સૈનિકોને દફનાવવામાં આવ્યા છે. તેમણે આઝાદીની આ લડાઈમાં ઈન્ડોનેશિયાને સાથ આપ્યો હતો. અહીં 1953માં કબ્રિસ્તાન બનાવવામાં આવ્યું હતું.
ઈન્ડોનેશિયામાં 1 લાખ ભારતીય

- ઈન્ડોનેશિયા સાથે 2005માં રણનીતિક ભાગીદારી શરૂ થઈ હતી. અહીં એક લાખ ભારતીયો રહે છે. તેમને મોદી સંબોધન કરશે. દક્ષિણ-પૂર્વ એશિયામાં ઈન્ડોનેશિયા, ભારતનો સૌથી મોટો ભાગીદાર છે. તેમની સાથે વર્ષે 1.22 લાખ કરોડ રૂપિયાનો વેપાર થાય છે.




0 comments:

Post a Comment