Anokha Gujaratno 1 Anokho Gujarati

Thursday, 10 May 2018

ગુજરાત હાઈકોર્ટે સરપંચ અને તાલુકા પંચાયતના પ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્તને લઈ આપેલા મહત્વપૂર્ણ ચૂકાદા અંગેનો નિર્ણય
ચૂંટણીના તુરંત બાદ અવિશ્વાસ પ્રસ્તાવ પસાર કરીને સરપંચને દૂર કરવા એ પંચાયતી રાજના મૂળ હેતુથી વિપરીતઃ ગુજરાત હાઈકોર્ટસરપંચ સામે પહેલા એક વર્ષ અને તા.પંચાયતના પ્રમુખ સામે 6 મહિના નહીં લાવી શકાય અવિશ્વાસની દરખાસ્તગુજરાત હાઈકોર્ટે આજે પંચાયતી રાજ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને સંબંધિત એક મોટો ચૂકાદો આપ્યો છે. કોર્ટે ચૂકાદો આપ્યો છે કે, ગ્રામ પંચાયતના સરપંચ સામે તેની ટર્મના એક વર્ષ સુધી પંચાયતના સભ્યો અવિશ્વાસની દરખાસ્ત લાવી શકશે નહીં. જ્યારે તાલુકા પંચાયતના પ્રમુખ સામે કાર્યકાળના 6 મહિના સુધી અવિશ્વાસની દરખાસ્ત નહીં લાવી શકાય. આ ઉપરાંત કોર્ટે નોંધ્યું કે, ચૂંટણીના તુરંત બાદ અવિશ્વાસ પ્રસ્તાવ પસાર કરીને સરપંચને દૂર કરવા એ પંચાયતી રાજના મૂળ હેતુથી વિપરીત છે.


0 comments:

Post a Comment