IPL જીતની સેરેમની પૂર્ણ થયા ધોની-બ્રાવો વચ્ચે લાગી રેસ, જાણો કોણ મારી ગયું બાજી
પ્રેઝન્ટેશન સેરેમની પૂર્ણ થઈ અને ટીવીનો કેમેરો પણ બંધ થઈ ગયો. ત્યારબાદ શરૂ થયો મુકાબલો

લગાવી ત્રણ રનની દોડ
મુંબઈના વાનખેડે સ્ટોડિયમ પર ક્રિકેટની પીચ પર બન્નેએ હાથમાં બેટ લીધું અને બંન્નેએ ત્રણ રનની દોડ લગાવી હતી. ત્યાં હાજર કોઈ વ્યક્તિએ આ ઘટના કેમેરામાં કેદ કરી લીધી, જે મેચ જીતની સેરેમની પૂર્ણ થયા બાદની છે.
ફિટનેસ માટે જાણીતા
ડ્વેન બ્રાવો અને એમએસ ધોની બન્ને અવ્વલ નંબરના એથલીટ છે. બન્ને પોતાની ફિટનેસ માટે જાણીતા છે અને વિકેટ્સ વચ્ચે બહુ સ્ફૂર્તિ સાથે રન દોડે છે. મેચ દરમિયાન ફિલ્ડીંગમાં પણ બન્ને એકદમ એક્ટિવ રહે છે. બન્નેમાં શોટ મારવાની કેટલી તાકાત છે એ કોઈનાથી છૂપાયેલી નથી. એવામાં આ બન્ને વચ્ચે રેસ વધારે કાંટાની ટક્કર બની ગઈ હતી. જો કે, બન્ને એક સાથે જ ત્રણ રન પૂરા કર્યા હતા.
શું કહ્યું ધોનીએ?
કેપ્ટન ધોનીએ મેચ બાદ 7-7-7નો સંયોગનો પણ ઉલ્લેખ કર્યો હતો. ધોનીએ કહ્યું કે હવે ઘણા લોકો રેકોર્ડની વાત કરશે. આજે તારીખ 27 છે, મારી જર્સી નંબર 7 છે અને આ અમારી 7મી IPL ફાઇનલ છે. બીજી તરફ ટીમમાં મોટી ઉંમરના ખેલાડીઓ વિશે સવાલ કરવામાં આવ્યો તો તેને કહ્યું કે ઉંમર માત્ર નંબર છે પરંતુ ખેલાડીનું પુરી રીતે ફિટ હોવુ જરૂરી છે. ધોનીએ કહ્યું, 'અમે ઉંમર વિશે વાત કરીએ છીએ પરંતુ ફિટનેસ વધુ મહત્વપૂર્ણ છે. રાયુડૂ 33 વર્ષનો છે પરંતુ તે કોઇ મહત્વ નથી ધરાવતું. જો તમે કોઇ પણ કેપ્ટનને પૂછશો તો તે એવો ખેલાડી ઇચ્છે છે જે સ્ફુર્તિલો હોય'
0 comments:
Post a Comment