Anokha Gujaratno 1 Anokho Gujarati

Monday, 28 May 2018

SSCનું પરિણામ 67.50%, સુરત મોખરે- દાહોદનું સૌથી ઓછું રિઝલ્ટ

SSCનું પરિણામ 67.50%, સુરત મોખરે- દાહોદનું સૌથી ઓછું રિઝલ્ટ




અમદાવાદ: ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આજે 28મી મેએ જાહેર કરવામાં આવ્યું હતું. જાહેર થયેલા પરિણામોમાં સુરત જિલ્લાએ મેદાન માર્યું છે અને જિલ્લાનું પરિણામ 80.06% આવ્યું છે જ્યારે દાહોદ જિલ્લાનું પરિણામ સૌથી ઓછું 37.35% આવ્યું છે. સમગ્ર રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોનું ધોરણ 10નું પરિણામ 67.50% આવ્યું હતું. જૂનાગઢનું ખોરાસા કેન્દ્ર 96.93 ટકા રિઝલ્ટ સાથે સમગ્ર રાજ્યમાં મોખરે રહ્યું છે. જ્યારે દાહોદ જિલ્લાના સુખસરનું પરિણામ 593 ટકા આવતા રાજ્યમાં છેલ્લા ક્રમે રહ્યું હતું.

368 શાળાનું 100 ટકા પરિણામ
65.16 ગુજરાતી માધ્યમ નું પરિણામ
90.92 ટકા અંગ્રેજી માધ્યમ નું પરિણામ
72.69 ટકા વિદ્યાર્થિનીઓ પાસ
62.73 ટકા વિદ્યાર્થીઓ પાસ
A1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થી 6378
A2 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થી 33,956
B1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થી 72,739
B2 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થી 1,27,110
C1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થી 1,72,350
C2 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થી 1,13,932
D ગ્રેડ ધરાવતા વિદ્યાર્થી 6937
E ગ્રેડ ધરાવતા વિદ્યાર્થી 12
615 વિદ્યાર્થી નું પરિણામ અનામત રખાયું
જિલ્લાવાર ટકાવારી
સુરત 80.06%
જૂનાગઢ 78.33%
રાજકોટ 75.92%
મોરબી 73.59%
ડાંગ 72.50%
અમદાવાદ શહેર 72.42%
દેવભૂમિ દ્વારકા 71.60%
જામનગર 71.28%
મહેસાણા 71.24%
અમદાવાદ ગ્રામ્ય 70.77%
દમણ 70.71%
નવસારી 70.64%
ગાંધીનગર 70.23%
ભરૂચ 70.14%
ભાવનગર 69.17%
ગીર સોમનાથ 69.16%
બોટાદ 68.40%
કચ્છ 68.30%
સુરેન્દ્રનગર 67.76%
બનાસકાંઠા 66.86%
વલસાડ 66.58%
વડોદરા 66.00%
અમરેલી 65.51%
પોરબંદર 62.81%
પાટણ 62.04%
નર્મદા 60.79%
આણંદ 60.33%
સાબરકાંઠા 60.13%
દાદરાનગર હવેલી 59.31%
પંચમહાલ 58.41%
તાપી 58.37%
ખેડા 58.27%
અરાવલ્લી 56.95%
દીવ 55.80%
છોટાઉદેપુર 49.06%
મહીસાગર 48.85%
દાહોદ 37.35%

રિઝલ્ટ પહેલા જ મૂકી દેવાયું

બોર્ડે નિર્ધારિત કરેલા સમય પહેલા જ પરિણામને ઓનલાઈન મૂકી દેવામાં આવ્યું હતું. પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓએ પોતાના નંબર નાંખીને બોર્ડ વિધિવત રીતે પરીણામ જાહેર કરે એ પહેલા જ વહેલી સવારે વેબસાઈટ પર જોઈ લીધું હતું.

 8 વાગ્યે પરિણામ જાહેર  

સવારે   8 વાગ્યે પરિણામ જાહેર થયું હતું જેને વેબસાઈટ gseb.org અને gipl.net પર સવારે 8 વાગ્યાથી જોઈ શકાય છે તેવું બોર્ડ દ્વારા જાહેર કરી   દેવાયું હતું. ધો. 10માં આખા રાજ્યભરમાંથી 11.6 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા, તેમના ભાવીનો ફેંસલો થયો હતો.  આ વખતે ગણિતમાં સૌથી વધુ ગ્રેસિંગ અપાયું હોવાની અટકળો હતી.  


માર્કશીટ અને પ્રમાણપત્રો 11 વાગ્યે

માર્ચ 2018માં લેવાયેલી એસએસસીનું પરિણામ જાહેર થયા બાદ સવારે 11થી લઈ બપોરના 2 વાગ્યા સુધી જિલ્લા વિતરણ સ્થળોએ મળશે. જેથી રાજ્યની સ્કૂલોના આચાર્યઓએ પોતાની સ્કૂલની માર્કશીટ અને પ્રમાણપત્રો લેવાના રહેશે.

0 comments:

Post a Comment