વ્યક્તિ સદિઓથી કુદરતના રહસ્ય જાણવાની કોશિશ કરતો આવ્યો છે. કેટલાંક રહસ્યોને તે ઉકેલી ચૂક્યો છે તેમછતાં આજે પણ પ્રકૃતિના કેટલાંક રહસ્યો એવા છે કે જેનો તાગ મેળવવો માનવીના બસની વાત નથી.
ઝારખંડના બોકારો જિલ્લામાં આવેલો એક કુંડ એવો છે કે જ્યાં તાળી પાડવાથી નિકળે છે ગરમ પાણી. આ કુંડનું નામ છે દલાહી કુંડ. જો કોઈ તેની પાસે તાળી પાડે તો તેમાંથી તેજીથી પાણી બહાર વહેવા લાગે. એટલુંજ નહિં પાણી નિકળવામાં ઋતુગત ફેરફારો પણ થતાં રહે છે શિયાળામાં જ્યાં તાળી પાડવાથી ગરમ પાણી નિકળવા લાગે છે ત્યાં ઉનાળામાં તાળી પાડવાથી ઠંડું પાણી નિકળવા લાગે છે.
આ કુંડ સાથે લોકોની આસ્થા જોડાયેલી છે. એમ માનવામાં આવે છે કે આ પાણીથી સ્નાન કરવાથી ચામડીના રોગો દૂર થઈ જાય છે. કુંડમાંથી બહાર નિકળતું પાણી એક નાળામાં જાય છે. જેનું નામ જમુઈ છે. તે પછી તે પાણી નદીમાં મળી જાય છે.
તાળી પાડવાથી નિકળતું પાણી લોકોને આશ્રર્યચકિત કરી દે છે. તો વિશેષજ્ઞોનું માનવું છે કે સંભવતઃ તાળીથી ઉત્પન્ન થતા ધ્વનિ તરંગોને કારણે આમ થાય છે. પાણીના તાપમાનમાં પરિવર્તન થવું તે વૈજ્ઞાનિકો માટે આજે પણ રહરસ્ય બનેલું છે.
આ સ્થાન બોકારોથી આશરે 27 કિમી દૂર જગાસૂરમાં છે. કુંડની પાસે દલાહી ગોસાઈ દેવનું સ્થાન છે. દરેક રવિવારે શ્રદ્ધાળુઓ તેના દર્શન અને પૂજન માટે આવે છે. આ સ્થળે મકરસંક્રાંતિનો મેળો લાગે છે. સ્થાનિક લોકો અનુસાર 1984થી મેળો ભરાય છે.