નાલંદા વિદ્યાલય રાધનપુર ખાતે જિલ્લા કક્ષાના કૌશલ્યોત્સવની ઉજવણી કરાઈ જેમાં જાગૃતિ ઉત્તર બુનિયાદી વિદ્યાલય વારેડા એ પ્રથમ નંબર મેળવ્યો
આજરોજ નાલંદા વિદ્યાલય રાધનપુર ખાતે સમગ્ર શિક્ષા પાટણ અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી પાટણ દ્વારા આયોજિત જિલ્લા કક્ષાનો કૌશલ્યોત્સવ ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી પાટણ ખાતેથી વોકેશનલ એજ્યુકેશન કોઓર્ડીનેટર શ્રી મિતલબેન પટેલ ,ડી.આર.પી શ્રી અમરસિંહભાઈ તેમજ નિર્ણાયક તરીકે શ્રી પિયુષભાઈ પટેલ,કૃણાલભાઈ પ્રજાપતિ અને સંદીપભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને શાળાના આચાર્ય શ્રી રમેશભાઈ ચૌધરી, સુરેશભાઈ જોશી અને શૈલેષભાઈ પંચાલ અને તાલુકાના બી.આર.પી.શ્રીઓ અને વોકેશનલ ટ્રેનરો ઉપસ્થિત રહ્યા હતા. આચાર્યશ્રી રમેશભાઈ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.આ કૌશલ્યોત્સવ સ્પર્ધામાં પાટણ જિલ્લાની વિવિધ 60 જેટલી શાળાઓમાંથી વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત ચાલતા એગ્રીકલ્ચર, બ્યુટી એન્ડ વેલનેસ ,આઈટી,હેલ્થ, બેન્કિંગ, ઓટોમોબાઇલ વગેરે વિવિધ ટ્રેડના વોકેશનલ ટ્રેનર દ્વારા માર્ગદર્શિત ૫૬ પ્રોજેક્ટોનું વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું.જેમાં આ સ્કીલ સ્પર્ધામાં પ્રથમ ત્રણ કૃતિઓને વિજેતા જાહેર કરવામાં આવી હતી જેમાં પ્રથમ નંબરે જાગૃતિ વિદ્યાલય વારેડા નો આવ્યો હતો. બીજો નંબર સરકારી માધ્યમિક શાળા દુનાવાડા નો આવ્યો હતો તેમજ ત્રીજા નંબર માં 2 કૃતિઓ સિલેક્ટ થઈ હતી નાલંદા વિદ્યાલય રાધનપુર તેમજ PPG એક્સપરીમેન્ટલ પાટણ સ્કૂલ બંને નો ત્રીજો નંબર આવેલ હતો.
શાળામાં ચાલતા વોકેશનલ શિક્ષણ અંતર્ગત આજે જિલ્લા કક્ષાની સ્કીલ કોમ્પિટીશન માં IT/ ITES ટ્રેડ નો પ્રોજેક્ટ નાલંદા વિધાલય રાધનપુર ખાતે રજૂ કરેલ હતો. જેમાં જાગૃતિ વિદ્યાલય વારેડા શાળાનો જીલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત થયેલ છે જે શાળા અને ગામ માટે ગૌરવની વાત છે. પ્રથમ નંબર મેળવવા બદલ ધો-9 ની 2 વિદ્યાર્થીનીઓ ઠાકોર મમતા વરદાનજી અને ઠાકોર દિપીકા પરથીજી તથા માર્ગદર્શક VT મહેશજી ઠાકોર ને ખુબ ખુબ શભેચ્છાઓ. હવે પછી 19/12/2024 ના રોજ આ કૃતિ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી રાજ્યકક્ષાએ ભાગ લેવા જશે.
0 ટિપ્પણી(ઓ):
ટિપ્પણી પોસ્ટ કરો