Anokha Gujaratno 1 Anokho Gujarati

ગુરુવાર, 28 જાન્યુઆરી, 2016

દેશના 20 ‘સ્માર્ટ સિટીઝ’ના નામની યાદી જાહેરઃ અમદાવાદ, સુરતનો સમાવેશ


દેશમાં સ્માર્ટ સિટીઝ બનાવવા માટે સરકારે પસંદ કરેલા 98માંથી 20 શહેરોના નામની પહેલી યાદી બહાર પાડી છે. ગુજરાતના બે શહેરને એમાં સ્થાન મળ્યું છે...
નવી દિલ્હી – કેન્દ્ર સરકારે તેના સ્માર્ટ સિટીઝ મિશન માટે પસંદ કરેલા 98 શહેરોમાંથી 20 શહેરોના નામોની આજે જાહેરાત કરી છે. આ શહેરોને સૌથી પહેલા સ્માર્ટ સિટી બનાવવામાં આવશે. એમને તે માટે સરકાર તરફથી ભંડોળ પહેલાં પ્રાપ્ત થશે.

આવતા બે વર્ષમાં વધુ બે યાદી જાહેર કરવામાં આવશે જેમાં અનુક્રમે 40 અને 38 શહેરોના નામ જાહેર કરવામાં આવશે.
આજે જાહેર કરાયેલી યાદીમાં ગુજરાતના બે શહેરના નામ છે – અમદાવાદ અને સુરત.
અન્ય શહેરો છે – ભૂવનેશ્વર (ઓડિશા), પુણે (મહારાષ્ટ્ર), જયપુર (રાજસ્થાન), કોચી (કેરળ), વિશાખાપટનમ (આંધ્ર પ્રદેશ), સોલાપુર (મહારાષ્ટ્ર), દાવણગીરી (કર્ણાટક), ઈન્દોર (મધ્ય પ્રદેશ), નવી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન, કોઈમ્બતુર (તામિલ નાડુ), કાકીનાડા (આંધ્ર પ્રદેશ), બેલગાવી (કર્ણાટક), ઉદયપુર (રાજસ્થાન), ગુવાહાટી (આસામ), ચેન્નાઈ (તામિલ નાડુ), લુધિયાણા (પંજાબ) અને ભોપાલ (મધ્ય પ્રદેશ).


0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો