Anokha Gujaratno 1 Anokho Gujarati

શુક્રવાર, 31 જાન્યુઆરી, 2025

67 પ્રકારનાં પ્રમાણપત્ર હવે પંચાયત આપશે, ₹20 ફી લેશે તાલુકા કે જિલ્લાના ધક્કા થશે બંદ

મહેસૂલ વિભાગના 54 સહિત અન્ય પ્રમાણપત્રો અપાશે, મંજૂરી તાલુકા કક્ષાએ મળશે 

67 પ્રકારનાં પ્રમાણપત્ર હવે પંચાયત આપશે, ~20 ફી લેશે

ક્રિમિલેયર, આવકનો દાખલો, રેશનકાર્ડમાં ફેરફાર, કેરેક્ટર સર્ટિ. જેવા દાખલા માટે તાલુકા કે જિલ્લા કક્ષાએ જવું નહીં પડે

પંચાયતોમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટીની 2 સમસ્યાને કારણે મુશ્કેલી નડે 

રાજ્ય સરકાર ગ્રામપંચાયતોમાંથી અત્યાર સુધી મળતાં 10 જેટલાં સર્ટિફિકેટ અને કામગીરી ગ્રામજનોને ગામડાંમાં જ ઘેરબેઠા ગ્રામપંચાયત ઓફિસમાંથી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે ઈ-ગ્રામ સેવા મારફત વીસીઇ દ્વારા જ 10ને બદલે હવે 67 જેટલાં મહેસૂલ અને સામાજિક ન્યાય અધિકારિતા વિભાગનાં પ્રમાણપત્રો મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે નાગરિકોએ ઈ-ગ્રામ પંચાયત મારફત ફોર્મ ભરવાનું રહેશે અને પછી આ ફોર્મ જે તે તાલુકા કક્ષાના અધિકારીઓને સબમિટ થશે અને પછી તેમની સહી થઇને પરત આવતા નાગરિકોને આ પ્રમાણપત્ર મળશે.

આ સુવિધાઓ હવે ગ્રામ્ય કક્ષાએ જ મળી જશે

ગ્રામપંચાયતોમાંથી સહેલાઇથી આવકના દાખલા સહિતનાં પ્રમાણપત્રો મળી રહે તેટલા માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2007-08થી ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ માં યોજના મારફત ગ્રામપંચાયતોમાં વીસીઇ-વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર મારફત ઈ-ગ્રામ સેવા પૂરી પાડવામાં આવે છે. જેમાં દરેક પ્રમાણપત્ર દીઠ વીસીઈને કિંમશન આપવામાં આવે છે અને તેના બદલામાં તેઓ ગ્રામજનોને સર્ટિફિકેટ કાઢી આપે છે.

ઉલ્લેખનીય છે કે ડિજિટલ ગુજરાત 2.0 હેઠળ રાજ્ય સરકારે આધુનિક ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજસન્ટ (AI)નો ઉપયોગ કરીને સરકારી સેવાઓને વધુ કાર્યક્ષમ અને પારદર્શક બનાવી લોકોને સરળતાથી લાભ મળે એ માટેની યોજના બનાવી છે.

મહેસૂલ વિભાગની અને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની 13 મળીને કુલ 67 સેવાઓ આપવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી સાત-બારનો દાખલો,ગામનો નમૂનો. આવકનો દાખલો,રેશનિંગ કાર્ડ, રેશનિંગ કાર્ડમાં નામ કઢાવવું કે દાખલ કરવું, સિનિયર સિટિઝનનું પ્રમાણપત્ર,વિધવા સહાય પ્રમાણપત્ર સહિતનાં પ્રમાણપત્રો કાઢવામાં આવતાં હતાં. હવે મહેસૂલ વિભાગના વારસાઈ, સોલ્વન્સી, અધિનિવાસી. દારૂખાના વેચાણ માટેનો હંગામી પરવાનો, ચારિત્ર પ્રમાણપત્ર, લેન્ડ રેવન્યુ કોડની કલમ-73એએ હેઠળની મંજૂરી, સરકારી ખાતાની જમીનની માગણી, દારૂખાના વેચાણ-સંગ્રહ કરવાનો પરવાનો, સ્ટેમ્પ વેન્ડર પરવાનો રિન્યુ કરવો,લેન્ડ રેવન્યુ કોડની કલમ 65 હેઠળની મંજૂરી બાબત(બિનખેતી), રાહતદરે ફાળવેલ પ્લોટ ઉપર બાંધકામની મુદત વધારવાની માગણી, ખેતીના હેતુ માટે જમીન એકત્ર કરવાની મંજૂરી, નામફેર કરવા,એક્સપ્લોઝિવ નિયમો હેઠળ સ્ટોરેજ લાઈસન્સ આપવું સહિતના રેવન્યુ વિભાગના 54 પ્રકારનાં પ્રમાણપત્ર અને મંજૂરી મેળવી શકાશે.

સાથે જ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગનું પ્રમાણપત્ર, નો-ક્રિમીલેયર અંગેનું ગુજરાત સરકાર માટેનું પ્રમાણપત્ર,આર્થિક રીતે નબળા વર્ગો માટે પાત્રતા પ્રમાણપત્ર, અન્ય પછાતવર્ગનું જાતિ અંગેનું નોન-ક્રિમીલેયર પ્રમાણપત્ર(ભારત સરકારનું) જ્ઞાતિનો દાખલો, ભારત સરકારનું આવક અને અસ્કયામતો માટેનું પ્રમાણપત્ર, ભારત સરકારનો જ્ઞાતિ(એસસી)નો દાખલો આપવો.નિરાધાર વૃદ્ધો અને નિરાધાર અપંગોના નિભાવ માટેની યોજના,ઇન્દિરા ગાંધી નેશનલ ઓલ્ડ એજ પેન્શન યોજના અને વયવંદના યોજના, રાષ્ટ્રીય કુટુંબ યોજના, અંત્યેષ્ઠી સહાયનાં પ્રમાણપત્રો ગ્રામપંચાયતમાંથી મળશે.


પંચાયત સ્તરે સુવિધાથી આટલા લાભ થશે... લોકોના સમય અને નાણાંની બચત થશે

ગ્રામપંચાયતોમાંથી અત્યાર સુધી જમીનને લગતા દાખલા અને આવકના દાખલા સહિતની 10 જેટલાં પ્રમાણપત્રોની કામગીરી થતી હતી. હવે 67 પ્રકારના પ્રમાણપત્રો મળવાથી ગ્રામ્યકક્ષાના નાગરિકોને તાલુકા પંચાયતમાં તાલુકા કક્ષાએ જવાની જરૂર પડશે નહીં.

મોટો પડકાર: શું ભ્રષ્ટાચાર ડામી શકાશે

ઈ-ગ્રામ સેવાથી નાગરિકોને ધક્કો તો બચી ગયો,પણ ઓનલાઈન ફોર્મ ભરાયા પછી સરળતાથી નાગરિકોને પ્રમાણપત્રો મળી જશે. મહેસુલમાં એન.એ. સહિતની પ્રક્રિયા ઓનલાઇન છે આમ છતાં ભ્રષ્ટાચારના આક્ષેપો તો થાય જ છે, ત્યારે ઇ-ગ્રામ મારફત મહેસૂલ અને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગનાં 67 પ્રમાણપત્રો મેળવવા માટે વહીવટ નહીં કરવો પડે તેવી કોઇ ગેરંટી મળે ખરી ? સૂત્રો તો એવું કહે છે કે વહીવટ વગર તો સરકારી કચેરીમાં કંઈ શક્ય નથી ત્યારે આશા રાખીએ કે ઓનલાઈન પદ્ધતિથી તેના પર અંકુશ આવે.



ગુરુવાર, 30 જાન્યુઆરી, 2025

બુધવાર, 29 જાન્યુઆરી, 2025

ગુરુવાર, 23 જાન્યુઆરી, 2025

આજથી ૨૨ થી ૨૫ વર્ષ બાદ સોનાનો એક તોલાનો ભાવ 16 લાખ રૂપિયા જેટલો થઈ જશે 🫢

આજે કોઈ મધ્યમ વર્ગના દંપતીને ત્યાં એક બાળક જન્મે અને અત્યારે કોઈ એમ કહે કે આ બાળકની લગ્નની ઉમર થશે ત્યાં સુધીમાં એટલે કે આજથી ૨૨થી ૨૫ વર્ષ બાદ સોનાનો એક તોલાનો ભાવ સોળ લાખ રૂપિયા જેટલો થઈ જશે તો ઘણા લોકો એને ગાંડો સમજે અથવા ગંભીરતાથી ન લે એવું બને.

આપણું માઇન્ડ મોટેભાગે ભૂતકાળમાં થયેલા ચમત્કારોને અહોભાવથી જોવે છે, પણ ભવિષ્યમાં થઈ શકે એવા ચમત્કારોને મોટેભાગે સ્વીકારતું નથી.

સોનું 1972 માં 200 રૂપિયા તોલેથી 1992 માં 4000 ભાવ ધારણ કરીને વીસ વર્ષમાં વીસ ગણું થયું હતું. પછી નવ દસ વર્ષ એ જ રેન્જમાં રહીને વળી ફરી 2002નાં 4400 ભાવથી લઈને હમણાં 2024માં એંસી હજાર થયું. મતલબ ફરી બાવીસ વર્ષમાં વીસ ગણું જેટલું વધ્યું. ભૂતકાળમાં થયેલા આવા ચમત્કારને આપણે અહોભાવથી જોઈશું. પણ એ જ રીતે આવનારા 25 વર્ષમાં વળી સોનું અહીથી વીસ ગણું થઈને 16 લાખ થઈ શકે. એ વાત આપણા મનને સ્વીકારવી મુશ્કેલ બનશે.

રોકાણ -investmentની દુનિયામાં એક અદભૂત શબ્દ છે: power of compounding…આ પાવર ઓફ કમ્પાઉન્ડિંગને દુનિયાની આઠમી અજાયબી કહેવામાં આવે છે. 

આપણે ઉપર જોયું એમ સોનું બે વાર વીસ - વીસ વર્ષના સમયમાં વીસ ગણું થયું. પણ 1972 થી 2024ના સમયને એકસાથે જોડીને જોઈએ તો? તો આ બાવન વર્ષમાં સોનું 400 ગણું થયું છે. 

બસ આ જે ઘટના છે, એને કહેવાય ‘પાવર ઓફ કંપાઊંડિંગ’. 


પણ આપણા જેવા સામાન્ય માણસનું માઇન્ડ આ ઘટનાને ભવિષ્ય માટે બરાબર સ્વીકારી નથી શકતું. કોઈને પૂછીએ કે જો વર્ષે પચીસ ટકાના રિટર્ન પર એક લાખ રૂપિયા દસ વર્ષમાં દસ ગણા થાય તો એ વીસ વર્ષમાં કેટલા ગણા થાય…તો ઘણા લોકોનો જવાબ વીસ ગણા થાય એવો હશે. 

પણ દસ વર્ષમાં દસગણા થયેલા રૂપિયા વીસ વર્ષમાં સો ગણા થાય. જેમ પેલું સોનું વીસ વર્ષે વીસ ગણું, પણ બાવન વર્ષે ચાલીસ કે પસ્તાલિસ ગણું નહીં, પણ ચારસો ગણું થાય.

લાંબે ગાળાના વેલ્યૂ ઇન્વેસ્ટમેંટમાં આ ‘પાવર ઓફ કંપાઊંડિંગ’ અદ્ભુત રિજલ્ટ આપે છે. પણ એમાંય રોકાણમાં યોગ્ય સમયે એન્ટ્રી કરવામાં આવે તો એ રિઝલ્ટ ‘ઔર’ અદ્ભુત થઈ જાય છે. 

જે લોકો આ વાતને સમજે છે એવા લોકોને હું ફોલો કરતો હોઉં છું, જેઓ ભારતનું સ્ટોક માર્કેટ હાઇ બનાવતુ હતું ત્યારે ખુશ હતા, પણ અત્યારે આપણું શેર બજાર બારથી તેર ટકા સુધી તૂટ્યું છે ત્યારે વધુ ખુશ છે.  

પણ અત્યારે આટલું જ...જો મિત્રોને વાત ગમે તો આ અંગે વિશેષ વધુ વાત બીજા હપ્તામાં...

ઇંગ્લિશમાં બે શબ્દો છે એક brain અને બીજો mind. મગજ અને મન... ભવિષ્યમાં થનારા આવા વાસ્તવિક ચમત્કારોની ગણતરી બ્રેઇન સમજે છે. પણ માઇન્ડ એને સ્વીકાર આપતું નથી. 

એટલે ચૂંટણી સમયે મીડિયા વાળા સામાન્ય માણસ આગળ માઇક ધારે તો સોમાંથી એંશી માણસો મોંઘવારીની ફરિયાદ કરનારા નીકળે. પણ જેઓ માઇન્ડ અને બ્રેઇન કેળવે છે તેઓ આવી ફરિયાદોમાં નથી પડતાં, એ રસ્તાઓ શોધે છે. 

-કાનજી મકવાણા 
Facebook - Kanji Makwana 


ગુરુવાર, 2 જાન્યુઆરી, 2025

પન્નાલાલ પટેલ રચિત મળેલા જીવ : કાનજી અને જીવીની પ્રેમ કહાની જે આપની આંખોમાંથી આંસુ લાવી દેશે




 #મળેલા_જીવ #પન્નાલાલ_પટેલ 

દ્વારા લિખીત ગુજરાતી નવલકથા છે. આ નવલકથા કાનજી અને જીવીની પ્રણયકથા અને બંનેના પાત્રોના સંઘર્ષની કથાનું આલેખન કરે છે. પન્નાલાલ પટેલની સીમાસ્તંભ ગણાતી આ નવલકથા અંગ્રેજીમા તેમજ કેટલીક ભારતીય ભાષાઓમાં અનુવાદિત થઈ છે તેમજ તેનુ ફિલ્મમાં અને નાટ્યમાં રૂપાંતરણ થયું છે

કથાસાર

નવલકથામાં જેનો ઉલ્લેખ છે તે મેળો, કે જ્યાં કાનજી અને જીવી પ્રથમ વખત મળે છે

ગામડામાં રહેતા અને ભિન્ન જ્ઞાતિમાં જન્મેલા બે યુવાન પાત્રો પટેલ કાનજી અને વાળંદ જીવી જન્માષ્ટમી પ્રસંગે કાવડિયા ગામના ડૂંગરની નેળમાં ભરાયેલા મેળામાં આકસ્મિક રીતે ભેગા થાય છે અને પ્રથમ મુલાકાતે જ એકબીજાના પ્રેમમાં પડે છે, પરંતુ એ બંનેના લગ્નમાં જ્ઞાતિભેદ અવરોધરૂપ થાય છે. પોતાના મિત્ર હિરાની પ્રયુક્તિથી પ્રેરાઈને અને પોતાની પ્રેમીકા જીવી પોતાની નજર આગળ રહે એ હેતુથી, કાનજી જીવીને પોતાના ગામના કદરૂપા ધૂળા સાથે પરણાવે છે. કાનજીને આપેલા વચનથી બંધાઈને અને કાનજી પ્રત્યેની લાગણીથી દોરવાઈને જીવી આ સંબંધ કબૂલે છે, પણ એણે વહેમી પતિની મારઝૂડ વેઠવાનો વારો આવે છે. કાનજી નૈતિક સચ્ચાઈથી આત્મસંયમ જાળવે છે પણ જીવીનું દુ:ખ જોઈ ન શકતાં ગામ છોડીને નોકરીની શોધમાં શહેર ચાલ્યો જાય છે. બીજી તરફ, વહેમી પતિ તરફનો શારીરિક અને માનસિક ત્રાસ સહન ન થતાં જીવી રોટલામાં ઝેર ભેળવીને આત્મહત્યાનો પ્રયાસ કરે છે, પરંતુ વિધિવશાત્ અજાણતાં એ રોટલો ધૂળો ખાઈ જાય છે અને જીવી વિધવા બને છે. આ બનાવથી જીવી લોકનિંદાનો ભોગ બને છે અને કાનજી પણ એના પર વહેમાય છે, આથી આઘાતથી શોકમાગ્ન જીવી માનસિક સમતુલા ગુમાવી બેસે છે. છેવટે કાનજી શહેરથી આવે છે અને જીવીને પોતાની સાથે લઈ જાય છે.


સુન્દરમે આ નવલકથાની પ્રશંસા કરતા લખ્યું છે કે, 'અત્યારે આ કથા જેવી છે તેવી પણ હિન્દના કોઈ પણ સાહિત્યમાં અને થોડા સંકોચ સાથે દુનિયાના સાહિત્યમાં પણ ગુજરાતી કળાનું પ્રતિનિધિત્વ કરી શકે તેવી બની છે.

અનુવાદ અને રૂપાંતરણ 

મળેલા જીવનો જીવી શીર્ષક હેઠળ હિંદીમાં અનુવાદ થયેલો છે અને તેના પરથી ઉલઝન નામનું હિન્દીમાં ચલચિત્ર પણ બન્યું છે. તેમજ આ નવલકથા પરથી ગુજરાતીમાં પણ ચલચિત્ર બન્યું છે અને તેનું નાટ્યરૂપાંતર પણ થયેલ છે. આ નવલકથાનો અંગ્રેજી અનુવાદ રાજેશ આઈ. પટેલે ધ યુનાઇટેડ સાઉલ્સ (૨૦૧૧) શીર્ષક હેઠળ કર્યો છે.

મળેલા જીવ Book Online Order કરવા માટે link પર ક્લિક કરોhttps://amzn.in/d/24tCt2g

શું તમારે પણ ફાર્મર રજીસ્ટ્રેશનમાં આ પ્રોબ્લેમ આવે છે? ફાર્મર રજિસ્ટ્રી અર્થે ઓપરેટર મિત્રો, ખેડૂત મિત્રો તથા અધિકારીશ્રીઓ માટે ખાસ નોંધ


ફાર્મર રજિસ્ટ્રી અર્થે ઓપરેટર મિત્રો, ખેડૂત મિત્રો તથા અધિકારીશ્રીઓ માટે ખાસ નોંધ👇👇👇


જેમ કે દરેક ઓપરેટર તથા અધિકારીશ્રી ને જાણ છે કે ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત ખેડૂત મિત્રોના રજિસ્ટ્રેશનમાં છેલ્લા સ્ટેપ eSign માં ઘણા પ્રશ્નો ઉભા થયેલ છે.


આ પ્રશ્ન માટે, CDAC કે જે સેન્ટ્રલ ગવર્નમેન્ટની એજન્સી છે તેની સર્વર કેપેસિટી વધારવાની પ્રક્રિયા ચાલુ છે. જેમાં હજુ 10 દિવસ લાગી શકે તેમ છે.

ફાર્મર રજીસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો

ઉક્ત પ્રશ્નને ધ્યાને લઈને દરેક ઓપરેટર મિત્રો, ખેડૂત મિત્રો તથા અધિકારીશ્રીઓને હાલ પૂરતા દરેક ખેડૂત મિત્રોનું eKYC તથા ફેચ લેન્ડ કરી, વેરીફાઈ કરીને વિગતો Save as Draft કરીને રાખવાની રહેશે.


જેથી જ્યારે eSign નો પ્રશ્ન સોલ્વ થાય ત્યારે માત્ર રજિસ્ટ્રેશનનું છેલ્લું સ્ટેપ એટલેકે eSign જ કરવાનું રહે જેથી આપનું રજિસ્ટ્રેશન ઝડપથી પૂર્ણ કરી શકાય.


ફાર્મર રજીસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો 

બુધવાર, 1 જાન્યુઆરી, 2025

Happy New Year ! Welcome 2025

 


નવું વર્ષ 2025 તમને સુખ, સમૃદ્ધિ અને આનંદથી ભરેલું રહે.

આ નવા વર્ષની શરૂઆતમાં, તમારું જીવન દરેક ખૂણાથી ખુશી અને સફળતાોથી રોશન થાય. એ નવું વર્ષ દરેક દિવસને નવા આશા અને મૌકીમાં બદલાવાનું અનોખું અવસર આપે.

2025 તમારું જીવન વધુ ખુશહાલ અને પૂર્ણ બની શકે!

🎉🎆 હેપ્પી ન્યૂ ઈયર! 🎆🎉





ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઇ ના કોલ લેટર પોલીસ કોલલેટર ડાઉનલોડ કરવાનું આજથી શરુ

 

પોલીસ કોલલેટર ડાઉનલોડ કરવાનું આજથી શરુ : ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઇ ના કોલ લેટર 






ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઇ ના કોલ લેટર ઓજસ વેબ સાઈટ લિંક

https://ojas.gujarat.gov.in/ojas1/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=


👉બપોરે 2 વાગ્યા થી ડાઉનલોડ કરી શકાશે.

https://ojas.gujarat.gov.in/ojas1/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=

▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬

https://telegram.me/gyansarthiofficial

👉અથવા ટેલિગ્રામ @gyansarthiofficial ક્લિક કરો

▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬

https://whatsapp.com/channel/0029VahyxI07DAWsPrNQDe0S


Call Later Downloadhttps://ojas.gujarat.gov.in/ojas1/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=