
આજે કોઈ મધ્યમ વર્ગના દંપતીને ત્યાં એક બાળક જન્મે અને અત્યારે કોઈ એમ કહે કે આ બાળકની લગ્નની ઉમર થશે ત્યાં સુધીમાં એટલે કે આજથી ૨૨થી ૨૫ વર્ષ બાદ સોનાનો એક તોલાનો ભાવ સોળ લાખ રૂપિયા જેટલો થઈ જશે તો ઘણા લોકો એને ગાંડો સમજે અથવા ગંભીરતાથી ન લે એવું બને.આપણું માઇન્ડ મોટેભાગે ભૂતકાળમાં થયેલા ચમત્કારોને અહોભાવથી જોવે છે, પણ ભવિષ્યમાં થઈ શકે એવા ચમત્કારોને મોટેભાગે સ્વીકારતું નથી.સોનું 1972 માં 200 રૂપિયા તોલેથી 1992 માં 4000 ભાવ ધારણ કરીને વીસ વર્ષમાં વીસ...