Anokha Gujaratno 1 Anokho Gujarati

લેબલ New Panchayat work સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ New Panchayat work સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શુક્રવાર, 31 જાન્યુઆરી, 2025

67 પ્રકારનાં પ્રમાણપત્ર હવે પંચાયત આપશે, ₹20 ફી લેશે તાલુકા કે જિલ્લાના ધક્કા થશે બંદ

મહેસૂલ વિભાગના 54 સહિત અન્ય પ્રમાણપત્રો અપાશે, મંજૂરી તાલુકા કક્ષાએ મળશે 

67 પ્રકારનાં પ્રમાણપત્ર હવે પંચાયત આપશે, ~20 ફી લેશે

ક્રિમિલેયર, આવકનો દાખલો, રેશનકાર્ડમાં ફેરફાર, કેરેક્ટર સર્ટિ. જેવા દાખલા માટે તાલુકા કે જિલ્લા કક્ષાએ જવું નહીં પડે

પંચાયતોમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટીની 2 સમસ્યાને કારણે મુશ્કેલી નડે 

રાજ્ય સરકાર ગ્રામપંચાયતોમાંથી અત્યાર સુધી મળતાં 10 જેટલાં સર્ટિફિકેટ અને કામગીરી ગ્રામજનોને ગામડાંમાં જ ઘેરબેઠા ગ્રામપંચાયત ઓફિસમાંથી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે ઈ-ગ્રામ સેવા મારફત વીસીઇ દ્વારા જ 10ને બદલે હવે 67 જેટલાં મહેસૂલ અને સામાજિક ન્યાય અધિકારિતા વિભાગનાં પ્રમાણપત્રો મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે નાગરિકોએ ઈ-ગ્રામ પંચાયત મારફત ફોર્મ ભરવાનું રહેશે અને પછી આ ફોર્મ જે તે તાલુકા કક્ષાના અધિકારીઓને સબમિટ થશે અને પછી તેમની સહી થઇને પરત આવતા નાગરિકોને આ પ્રમાણપત્ર મળશે.

આ સુવિધાઓ હવે ગ્રામ્ય કક્ષાએ જ મળી જશે

ગ્રામપંચાયતોમાંથી સહેલાઇથી આવકના દાખલા સહિતનાં પ્રમાણપત્રો મળી રહે તેટલા માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2007-08થી ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ માં યોજના મારફત ગ્રામપંચાયતોમાં વીસીઇ-વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર મારફત ઈ-ગ્રામ સેવા પૂરી પાડવામાં આવે છે. જેમાં દરેક પ્રમાણપત્ર દીઠ વીસીઈને કિંમશન આપવામાં આવે છે અને તેના બદલામાં તેઓ ગ્રામજનોને સર્ટિફિકેટ કાઢી આપે છે.

ઉલ્લેખનીય છે કે ડિજિટલ ગુજરાત 2.0 હેઠળ રાજ્ય સરકારે આધુનિક ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજસન્ટ (AI)નો ઉપયોગ કરીને સરકારી સેવાઓને વધુ કાર્યક્ષમ અને પારદર્શક બનાવી લોકોને સરળતાથી લાભ મળે એ માટેની યોજના બનાવી છે.

મહેસૂલ વિભાગની અને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની 13 મળીને કુલ 67 સેવાઓ આપવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી સાત-બારનો દાખલો,ગામનો નમૂનો. આવકનો દાખલો,રેશનિંગ કાર્ડ, રેશનિંગ કાર્ડમાં નામ કઢાવવું કે દાખલ કરવું, સિનિયર સિટિઝનનું પ્રમાણપત્ર,વિધવા સહાય પ્રમાણપત્ર સહિતનાં પ્રમાણપત્રો કાઢવામાં આવતાં હતાં. હવે મહેસૂલ વિભાગના વારસાઈ, સોલ્વન્સી, અધિનિવાસી. દારૂખાના વેચાણ માટેનો હંગામી પરવાનો, ચારિત્ર પ્રમાણપત્ર, લેન્ડ રેવન્યુ કોડની કલમ-73એએ હેઠળની મંજૂરી, સરકારી ખાતાની જમીનની માગણી, દારૂખાના વેચાણ-સંગ્રહ કરવાનો પરવાનો, સ્ટેમ્પ વેન્ડર પરવાનો રિન્યુ કરવો,લેન્ડ રેવન્યુ કોડની કલમ 65 હેઠળની મંજૂરી બાબત(બિનખેતી), રાહતદરે ફાળવેલ પ્લોટ ઉપર બાંધકામની મુદત વધારવાની માગણી, ખેતીના હેતુ માટે જમીન એકત્ર કરવાની મંજૂરી, નામફેર કરવા,એક્સપ્લોઝિવ નિયમો હેઠળ સ્ટોરેજ લાઈસન્સ આપવું સહિતના રેવન્યુ વિભાગના 54 પ્રકારનાં પ્રમાણપત્ર અને મંજૂરી મેળવી શકાશે.

સાથે જ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગનું પ્રમાણપત્ર, નો-ક્રિમીલેયર અંગેનું ગુજરાત સરકાર માટેનું પ્રમાણપત્ર,આર્થિક રીતે નબળા વર્ગો માટે પાત્રતા પ્રમાણપત્ર, અન્ય પછાતવર્ગનું જાતિ અંગેનું નોન-ક્રિમીલેયર પ્રમાણપત્ર(ભારત સરકારનું) જ્ઞાતિનો દાખલો, ભારત સરકારનું આવક અને અસ્કયામતો માટેનું પ્રમાણપત્ર, ભારત સરકારનો જ્ઞાતિ(એસસી)નો દાખલો આપવો.નિરાધાર વૃદ્ધો અને નિરાધાર અપંગોના નિભાવ માટેની યોજના,ઇન્દિરા ગાંધી નેશનલ ઓલ્ડ એજ પેન્શન યોજના અને વયવંદના યોજના, રાષ્ટ્રીય કુટુંબ યોજના, અંત્યેષ્ઠી સહાયનાં પ્રમાણપત્રો ગ્રામપંચાયતમાંથી મળશે.


પંચાયત સ્તરે સુવિધાથી આટલા લાભ થશે... લોકોના સમય અને નાણાંની બચત થશે

ગ્રામપંચાયતોમાંથી અત્યાર સુધી જમીનને લગતા દાખલા અને આવકના દાખલા સહિતની 10 જેટલાં પ્રમાણપત્રોની કામગીરી થતી હતી. હવે 67 પ્રકારના પ્રમાણપત્રો મળવાથી ગ્રામ્યકક્ષાના નાગરિકોને તાલુકા પંચાયતમાં તાલુકા કક્ષાએ જવાની જરૂર પડશે નહીં.

મોટો પડકાર: શું ભ્રષ્ટાચાર ડામી શકાશે

ઈ-ગ્રામ સેવાથી નાગરિકોને ધક્કો તો બચી ગયો,પણ ઓનલાઈન ફોર્મ ભરાયા પછી સરળતાથી નાગરિકોને પ્રમાણપત્રો મળી જશે. મહેસુલમાં એન.એ. સહિતની પ્રક્રિયા ઓનલાઇન છે આમ છતાં ભ્રષ્ટાચારના આક્ષેપો તો થાય જ છે, ત્યારે ઇ-ગ્રામ મારફત મહેસૂલ અને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગનાં 67 પ્રમાણપત્રો મેળવવા માટે વહીવટ નહીં કરવો પડે તેવી કોઇ ગેરંટી મળે ખરી ? સૂત્રો તો એવું કહે છે કે વહીવટ વગર તો સરકારી કચેરીમાં કંઈ શક્ય નથી ત્યારે આશા રાખીએ કે ઓનલાઈન પદ્ધતિથી તેના પર અંકુશ આવે.