રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, સેક્ટર-૨૧, ગાંધીનગર કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) ૨૦૨૫
ધોરણ 5 અને ધોરણ 8 માં ભણતા બાળકોના માતા પિતા ઓ માટે ખાસ
રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ના શૈક્ષણિક સત્રથી જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ અને રક્ષાશક્તિ સ્કુલ્સમાં ધોરણ-૬માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટના (CET) મેરીટના આધારે સ્કોલરશીપ યોજના શરૂ થયેલ છે.
વર્ષ ૨૦૨૫-૨૬થી ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી હસ્તકની શાળાઓ (એકલવ્ય મોડલ રેસીડેન્સિયલ સ્કુલ્સ (EMRS) અને સૈનિક શાળા)માં પણ આ જ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)માં મેરીટમાં સમાવેશ થયેલ આદિજાતિ વિદ્યાર્થીઓને ધોરણ-૬માં પ્રવેશ આપવામાં આવનાર છે એટલે કે, આ શાળાઓમાં પ્રવેશ માટે અલાયદી પરીક્ષા લેવામાં આવશે નહિ.
સરકારી અને ગ્રાન્ટેડ (સરકારી, પંચાયત, નગરપાલિકા કે મહાનગરપાલિકા સંચાલિત શાળા, આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની સરકારી કે ગ્રાન્ટેડ શાળા, ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળા) શાળાઓમાં ધોરણ-૧ થી ૫ નો અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ, રક્ષાશક્તિ સ્કુલ્સ અને ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી હસ્તકની શાળાઓ (એકલવ્ય મોડલ રેસીડેન્સિયલ સ્કુલ્સ (EMRS) અને સૈનિક શાળા)માં કોમન એન્ટ્રન્સ ટેસ્ટના (CET) મેરીટના આધારે ધોરણ-૬માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત કોમન એન્ટ્રન્સ ટેસ્ટના (CET) મેરીટના આધારે ધોરણ-૬ થી ૧૨ના અભ્યાસ દરમ્યાન મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ આપવામાં આવે છે.
સ્વનિર્ભર શાળાઓમાં ખાનગી શાળાઓમાં) ધોરણ-૧ થી ૫ અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને ફક્ત રક્ષાશક્તિ સ્કુલ્સ (25% બેઠકો)માં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) ના મેરીટના આધારે ધોરણ-૬માં પ્રવેશ આપવામાં આવશે.
પ્રતિ વર્ષની જેમ ચાલુ શૈક્ષણિક વર્ષ માટે ઉક્ત યોજના હેઠળની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા અગાઉ જાહેર કર્યા મુજબ તા. ૨૨/૦૩/૨૦૨૫, શનિવારના રોજ યોજવામાં આવનાર છે.
સરકારી, અનુદાનિત અને ખાનગી (બીન અનુદાનિત) શાળાઓના વિદ્યાર્થીઓ તા. ૦૭/૦૨/૨૦૨૫ થી તા. ૧૯/૦૨/૨૦૨૫ સુધીના સમયગાળા દરમ્યાન શાળાના સમગ્ર શિક્ષાકચેરી, ગાંધીનગરના www.schoolattendancegujarat.in પોર્ટલ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. આ પરીક્ષા નિઃશુલ્ક રહેશે.
આ યોજનાની વિસ્તૃત વિગતો તેમજ પરીક્ષા સંબંધિત વિગતોથી સતત માહિતગાર થવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ www.sebexam.org જોતા રહેવાનું રહેશે.
પ્રવેશ પરીક્ષાનું માળખું
આ તમામ શાળાઓમાં પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષાનું માળખું નીચે મુજબ હશે
કુલ ગુણ 120 સમય 150 મિનિટ
પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અંગ્રેજી
અભ્યાસક્રમ ધોરણ 5 નો રહેશે
0 ટિપ્પણી(ઓ):
ટિપ્પણી પોસ્ટ કરો