Anokha Gujaratno 1 Anokho Gujarati

рк╢ркиિрк╡ાрк░, 24 рк╕ркк્ркЯેрко્ркмрк░, 2016

Competitive exam imp 200 quation..Read now...!!!

Anokhu Gujarat

ANOKHU GUJARATQUICK EXAM

200 most important question bank

801 ગુજરાતી ભાષાના પ્રથમ કાવ્યસંગ્રહનું સંપાદન કોણે કર્યું? Ans: દલપતરામ 

802 ખીજડીયાનુ પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ? Ans: જામનગર 

803 ગુજરાતનું રાજયપક્ષી કયું છે? Ans: સુરખાબ 

804 પ્રાચીનકાળમાં ગુજરાતનું કયું બંદર મરી-મસાલા અને રેશમના વ્યાપાર માટેનું જાણીતું હતું? Ans: ભરૂચ 

805 કવિ નર્મદે કોનું પદ વાંચીને કાવ્ય લખવાની પ્રેરણા મેળવેલી ? Ans: કવિ ધીરો 

806 ઇ.સ. ૧૯૩૦માં અમદાવાદથી કેટલા કિ.મી. ચાલીને દાંડીકૂચ કરવામાં આવી હતી? Ans: ૩૮૫ કિ.મી. 

807 ગુજરાતમાં પ્રથમ રેડિયો સ્ટેશન કોણે શરૂ કરાવ્યું? Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ 

808 ગુજરાતનું ગૌરવ એવા એશિયાટિક લાયનને સાચવતા ગીર અભિયારણ્યનો વિસ્તાર કેટલો છે? Ans: ૧૧૫૩ ચો. કિ.મી. 

809 ઇ.સ. ૧૮૪૪માં બ્રિટીશ ન્યાયતંત્રમાં જોડાનારા સૌપ્રથમ ગુજરાતી કોણ હતા? Ans: ભોળાનાથ સારાભાઇ 

810 ગુજરાતમાં ભવાઈ મંડળીઓ કયા નામથી ઓળખાતી હતી ? Ans: પેડા 

811 ગુજરાતનો દરિયાકિનારો ભારતનાં દરિયા કિનારાનો કેટલો વિસ્તાર આવરી લે છે ? Ans: ત્રીજા ભાગનો વિસ્તાર 

812 ‘જયભિખ્ખુ પુરસ્કાર’ ગુજરાત સરકાર તરફથી શેના માટે એનાયત કરવામાં આવે છે? Ans: માનવકલ્યાણના ક્ષેત્રે ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ 

813 ભરૂચ પાસે નર્મદા નદી પર આવેલો ગોલ્ડનબ્રીજ કેટલા વર્ષો જૂનો છે ? Ans: ૧૫૦ વર્ષ 

814 ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર કયો છે ? Ans: ગિરનાર 

815 ગુજરાતમાં પંચાયતી રાજના પ્રણેતા કોણ હતા? Ans: બળવંતરાય મહેતા 

816 પુરાણોમાં ગુજરાતની કઈ નદીને ‘ગંગા’ નામ આપવામાં આવેલું છે ? Ans: હિરણ્યા 

817 કયા ગુજરાતી મહિલા વિશ્વપ્રવાસી તરીકે જાણીતા છે? Ans: પ્રીતી સેનગુપ્તા 

818 નળસરોવર પર આવેલા સૌથી મોટા ટાપુનું નામ શું છે ? Ans: પાનવડ 

819 ‘ગુજરાતી વર્નાકયુલર સોસાયટી’ આજે કયા નામે ઓળખાય છે? Ans: ગુજરાત વિદ્યાસભા 

820 પન્નાલાલ પટેલની કઇ પ્રસિદ્ધ નવલકથાને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે? Ans: માનવીની ભવાઇ 

821 કયા ગુજરાતી લેખકે ખગોળશાસ્ત્ર વિષે ગુજરાતીમાં પુસ્તકો રચ્યાં? Ans: જીતેન્દ્ર જટાશંકર રાવલ 

822 હિન્દી ચલચિત્રોમાં ‘મા’ની આબાદ ભૂમિકા ભજવનાર સુપ્રસિદ્ધ ગુજરાતી અભિનેત્રીનું નામ જણાવો. Ans: નિરૂપા રોય 

823 કચ્છ-ભદ્રેશ્વરના કયા જાણીતા વેપારીએ દુષ્કાળ દરમિયાન અનાજ-પૈસા અઢળક મદદ કરીને દાનવીરનું બિરુદ મેળવ્યું હતું? Ans: શેઠ જગડૂશા 

824 ભારતીય વામનકાય છછૂંદર ગુજરાતના કયા વિસ્તારમાં વસે છે? Ans: કચ્છનો રણ વિસ્તાર 

825 કવિ નર્મદે જગતનો ઈતિહાસ કયા નામે લખ્યો છે ? Ans: રાજયરંગ 

826 ગુજરાતનો એકમાત્ર દરિયાકિનારો જે ચૂનાની ટેકરીઓથી ઘેરાયેલો છે તેનું નામ શું? Ans: ગોપનાથ 

827 ગુજરાતમાં સૌપ્રથમ કઇ યુનિવર્સિટી સ્થાપના થઇ હતી? Ans: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી 

828 દૂધિયું તળાવ હિંદુઓના કયા યાત્રાધામ પાસે આવેલું છે? Ans: પાવાગઢ 

829 એ.એમ.સી. (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)ની સ્થાપના કયારે થઇ હતી? Ans: જુલાઇ, ૧૯૫૦ 

830 ‘દર્શક’ની કઇ મહાન પ્રેમકથા પરથી ગુજરાતી ફિલ્મ બની છે? Ans: ઝેર તો પીધાં છે જાણી જાણી 

831 અમદાવાદની કઈ મસ્જિદમાં સ્ત્રીઓને નમાજ પઢવાની અલાયદી વ્યવસ્થા છે? Ans: જુમા મસ્જિદ 

832 સહજાનંદ સ્વામીને કોણે દીક્ષા આપી હતી ? Ans: રામાનંદ સ્વામી 

833 ‘જમો થાળ જીવન જાઉં વારી...’ ભાવવાહી રચના કોણે કરી છે ? Ans: ભૂમાનંદ સ્વામી 

834 ગુજરાતમાં સૌપ્રથમ સુતરઉ કાપડની મીલની સ્થાપના કોણે કરી? Ans: રણછોડલાલ છોટાલાલ 

835 ‘નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન’ - આ વિધાન કોનું છે? Ans: બળવંતરાય ક. ઠાકોર

836 આર્ય સમાજની સ્થાપના કોણે કરી? Ans: દયાનંદ સરસ્વતી 

837 વિશાળ હમીરસર તળાવ કયાં આવેલું છે? Ans: ભૂજ 

838 ગુજરાતના કાયમી નિવાસી એવા સક્કરખોરા પક્ષીઓ એક સેકન્ડમાં કેટલી વાર પાંખો ફફડાવી શકે છે? Ans: ૧૭૫થી ૨૦૦ વખત 

839 ‘દ્વિરેફ’ ઊપનામથી ઓળખાતા ગુજરાતી સાહિત્યકારનું નામ જણાવો. Ans: રામનારાયણ વિ. પાઠક 

840 ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ કોણ હતા? Ans: હરસિદ્ધભાઇ દિવેટિયા 

841 વ્યાવસાયિક ધોરણે મોતીનું ઉત્પાદન કરવા માટે કયા સ્થળે છીપ ઊછેર કેન્દ્ર કાર્યરત છે? Ans: સિક્કા 

842 ગુજરાતના પક્ષીઓ વિશેની વિસ્તૃત જાણકારી આપતું પુસ્તક ‘પક્ષીજગત’ કોણે લખ્યું છે? Ans: પ્રદ્યુમન કંચનરાય દેસાઇ 

843 અમદાવાદ કેન્દ્રથી વિવિધભારતીનો પ્રારંભ કયારે થયો ? Ans: ઇ.સ. ૧૯૬૫ 

844 ‘માણભટ્ટ’ વગાડનાર આખ્યાનકારનું નામ જણાવો. Ans: વલ્લભ વ્યાસ 

845 ઝવેરચંદ મેઘાણીના લોકગીતોને સ્વરબદ્ધ કરનાર ગાયકનું નામ જણાવો. Ans: હેમુ ગઢવી 

846 ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ જ્યોર્તિલિંગ સોમનાથના નામનો અર્થ શું થાય છે? Ans: ચંદ્રનો રક્ષક 

847 ‘આ મનપાંચમના મેળામાં...’ ગીતના કવિ કોણ છે? Ans: રમેશ પારેખ 

848 વિસ્તારની દૃષ્ટિએ ગુજરાત ભારતમાં કયા સ્થાને આવે છે? Ans: સાત 

849 ભાવનગર રાજય તરફથી કયા કવિને ‘રાજકવિ’નું બિરુદ અપાયું હતું? Ans: કવિ દલપતરામ 

850 ગુજરાતમાં ભૂમિજળ સંશોધન કાર્ય સર્વપ્રથમ કયા જિલ્લામાં શરૂ કરવામાં આવ્યું હતું ? Ans: મહેસાણા 

851 એલેમ્બિક કેમિકલ વર્કસ કંપની લિમિટેડની સ્થાપના કોની સહાયથી થઇ હતી? Ans: ત્રિભુવનદાસ ગજજર 

852 ગુજરાતી ભાષાનાં જાણીતાં વિજ્ઞાન પાક્ષિક અને તેના પ્રકાશકનું નામ જણાવો. Ans: સફારી - નગેન્દ્ર વિજય 

853 સમગ્ર ગુજરાતમાં જોવા મળતી દેવચકલીને કચ્છ વિસ્તારમાં કયા નામથી ઓળખવામાં આવે છે? Ans: કાળી બુચક 

854 મધર ડેરી ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? Ans: ગાંધીનગર 

855 દૂરવર્તી શિક્ષણ માટેની ગુજરાતની પ્રસિદ્ધ યુનિવર્સિટી કઇ છે? Ans: ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી 

856 સાબરમતી નદી ઉપર કઈ સિંચાઈ યોજના આવેલી છે ? Ans: ઘરોઈ 

857 ભવાઇના આદ્યપિતા અસાઈત ઠાકર ઊંઝામાં આવ્યા પછી કઈ જ્ઞાતિએ ઓળખાવા લાગ્યા ? Ans: તરગાળા 

858 ‘ગુજરાતની અસ્મિતા’ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કરનાર ગુજરાતી લેખકનું નામ જણાવો. Ans: કનૈયાલાલ મુનશી 

859 ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે? Ans: ગિરનાર 

860 ‘આટલા ફૂલો નીચે ને આટલો લાંબો સમય ગાંધી કદી સૂતો ન’તો. - કયા કવિની અનુભૂતિ છે? Ans: કવિ હસમુખ પાઠક 

861 સ્વતંત્ર ભારતના પ્રથમ લશ્કરી વડા કયા ગુજરાતી હતા? Ans: જનરલ રાજેન્દ્રસિંહજી 

862 સત્તાધાર નામનું ખ્યાતનામ તીર્થ કોની તપોભૂમિ તરીકે ખ્યાતનામ છે ? Ans: દાતાગીગા અને આપાગીગા સંત 

863 પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો. Ans: વલભી વિદ્યાપીઠ 

864 સશસ્ત્ર ક્રાંતિની હિમાયત કરનાર સૌપ્રથમ ગુજરાતી કોણ હતા? Ans: શ્યામજીકૃષ્ણ વર્મા 

865 ગુજરાતી કવિતા સાહિત્યમાં ‘મહાકવિ’ કે ‘કવિસમ્રાટ’ તરીકે કોણ ઓળખાય છે ? Ans: કવિ ન્હાનાલાલ 

866 ગુજરાતનું કયું શહેર પૂર્વના દેશોનું માન્ચેસ્ટર તરીકે ઓળખાતું? Ans: અમદાવાદ 

867 ગુજરાતીના મહાન સંગીતકાર અવિનાશ વ્યાસે સૌપ્રથમ કયા નાટકમાં સંગીત આપેલું ? Ans: લવકુશ પાને સીતાત્યાગ 

868 ગુજરાતમાં વજનકાંટા માટેનું પ્રખ્યાત સ્થળ કયું છે ? Ans: સાવરકુંડલા 

869 ‘હંસાઊલી’ પદ્યવાર્તા કયા જાણીતા કવિ-ભવાઇ કલાકારની છે? Ans: અસાઈત ઠાકર 

870 ‘આંધળી માનો કાગળ’ કૃતિના લેખક કોણ હતા? Ans: ઈન્દુલાલ ગાંધી 

871 વિજ્ઞાનક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? Ans: ડૉ. વિક્રમ સારાભાઇ પુરસ્કાર 

872 ગુજરાતની પ્રાચીન નદી શ્વભ્રવતી આધુનિક કાળમાં કયા નામે ઓળખાય છે ? Ans: સાબરમતી 

873 જાણીતા ગઝલકાર શૂન્ય પાલનપુરીનું મૂળ નામ શું છે? Ans: અલીખાન બલોચ 

874 ઈ.સ. ૬૪૦માં ગુજરાતનાં પ્રવાસે કયો ચીની પ્રવાસી આવ્યો હતો? Ans: હ્યુ-એન-ત્સંગ 

875 બન્નીના ઘાસનાં મેદાનો કયાં આવેલાં છે ? Ans: કચ્છ 

876 ગુજરાતનાં સૌપ્રથમ મહિલા સ્નાતક થવાનું માન કોને મળ્યું છે? Ans: વિદ્યાગૌરી નીલકંઠ 

877 ગુજરાતી સાહિત્યમાં ‘માણભટ્ટ’ કે ‘ગાગરિયા ભટ્ટ’ તરીકે કોણ ઓળખાય છે ? Ans: પ્રેમાનંદ 

878 લંડનમાં ‘ઈન્ડિયન સોશિયોલોજીસ્ટ’ અખબાર કોણે શરૂ કર્યું હતું? Ans: શ્યામજીકૃષ્ણ વર્મા 

879 ઝવેરચંદ મેઘાણી કયા ગુજરાતી દૈનિક સમાચારપત્રમાં પત્રકાર હતાં? Ans: ફૂલછાબ 

880 નર્મદે ઇતિહાસ ક્ષેત્રે આપેલા પુસ્તકનું નામ આપો. Ans: રાજયરંગ 

881 ઇ.સ. ૧૮૪૯ ગુજરાતી ભાષામાં પ્રથમ સાપ્તાહિક કોણે પ્રકાશિત કર્યું? Ans: એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ 

882 ડાહ્યાભાઇ ધોળશાજીનું કીર્તિદા નાટક કયું છે? Ans: વીણાવેલી 

883 ‘જેને રામ રાખે તેને કોણ ચાખે’ નામનું પદ કોણે રચ્યું છે ? Ans: કવિ ધીરો 

884 ગાંધીજીને સાઉથ આફ્રિકામાં રેલ્વેની ફર્સ્ટકલાસની ટિકિટ હોવા છતાં બિન ગોરા હોવાને નાતે ચાલુ મુસાફરીએ સામાન સાથે ટ્રેનમાંથી ધક્કો મારીને ઉતારી દેવામાં આવ્યા. એ રેલ્વે સ્ટેશન કયું હતું ? Ans: પીટર મારિત્ઝબર્ગ 

885 એક માન્યતા પ્રમાણે તાપી નદી કયા દેવતાની પુત્રી કહેવાય છે? Ans: સૂર્ય 

886 દક્ષિણ ગુજરાતમાં કયું હવા ખાવાનું સ્થળ આવેલું છે ? Ans: સાપુતારા 

887 ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે? Ans: ગાંધીનગર 

888 ગુજરાત નજીક કયો સમુદ્ર છે ? Ans: અરબી સમુદ્ર 

889 કનૈયાલાલ મુનશીની મહાનવલકથા ‘કૃષ્ણાવતાર’ કેટલા ભાગમાં વિભાજીત છે? Ans: આઠ 

890 જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ છે? Ans: ઉમાશંકર જોષી 

891 વડોદરામાં આવેલા કિર્તીમંદિરનું નિર્માણ કઇ સાલમાં થયું હતું? Ans: વર્ષ ૧૯૩૩ 

892 મહાભારતકાળથી નવરાત્રિ દરમ્યાન માતાજીની પલ્લી કયા ગામમાં ભરાય છે ? Ans: રૂપાલ 

893 ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ સૌપ્રથમ કયા સાહિત્યકારને પ્રાપ્ત થયો હતો? Ans: ઝવેરચંદ મેઘાણી 

894 ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં અસ્તિત્વ ધરાવતી વિશાળકાય સ્પર્મ વ્હેલનું વજન આશરે કેટલું હોય છે? Ans: ૪૫થી ૭૦ ટન 

895 ભારતની વિસરાયેલી લોકરમતોનું અદભૂત ભાથું પુરૂં પાડનાર ગ્રંથનું નામ જણાવો. Ans: લોકરમતો 

896 ભુજ પાસે કયું પ્રાચીન ધાર્મિક સ્થળ આવેલું છે ? Ans: કોટેશ્વર મંદિર 

897 ગુજરાતનો કયો જિલ્લો સાક્ષરતામાં મોખરે છે ? Ans: અમદાવાદ 

898 સૌપ્રથમ ગુજરાતી દૈનિક મુંબઇ સમાચાર કોણે શરૂ કર્યું હતું? Ans: ફરદુનજી મર્ઝબાન 

899 ‘જિગરનો યાર જુદો તો બધો સંસાર જુદો છે’ - આ ગઝલ કોની છે? Ans: બાલાશંકર કંથારિયા 

900 ગુજરાતની વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? Ans: કલ્યાણજી મહેતા 

901 મહાભારતકાળથી નવરાત્રિ દરમ્યાન માતાજીની પલ્લી કયા ગામમાં ભરાય છે ? Ans: રૂપાલ 

902 ગુજરાતી ભાષામાં ‘ટૂંકી વાર્તા’ સ્વરૂપ આપનાર સૌપ્રથમ સાહિત્યકાર કોણ હતા? Ans: ધૂમકેતુ 

903 સુપ્રસિદ્ધ મધ્યયુગીન કવિ ભાલણે મહાકવિ બાણભટ્ટ રચિત કયા સંસ્કૃત ગ્રંથનું ગદ્ય રૂપાંતરણ કર્યું હતું? Ans: કાદંબરી 

904 કવિ નર્મદે સમાજસુધારણા માટે કયું અખબાર પ્રકાશિત કર્યું હતું ? Ans: દાંડિયો 

905 વલસાડ પાસેનો પ્રખ્યાત દરિયાકિનારો કયો છે ? Ans: તીથલ 

906 કયા રાજવીના શાસનને ગુજરાતનો સુવર્ણયુગ ગણવામાં આવે છે? Ans: સિદ્ધરાજ જયસિંહ 

907 સિદીઓનું નૃત્ય કયા નામથી ઓળખાય છે? Ans: ધમાલ નૃત્ય 

908 ગુજરાતમાં કયા સમયના ખડકસ્તર ખનીજસમૃદ્ધ છે ? Ans: પ્રિ-કેમ્બ્રિયન 

909 ગુજરાતમાં બ્રહ્માજીનું પુરાણ પ્રસિદ્ધ મંદિર કયાં આવેલું છે ? Ans: ખેડબ્રહ્મા 

910 ‘નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન’ - આ વિધાન કોનું છે? Ans: બળવંતરાય ક. ઠાકોર

911 ગુરુ નાનક કચ્છમાં કયાં રહ્યા હતા? Ans: લખપત 

912 ગુજરાતમાં મીઠાની સૌથી વધારે નિકાસ કયા બંદરેથી થાય છે ? Ans: બેડી 

913 ‘ટૂંકી વાર્તા એટલે તણખો’ આ વિધાન કોનું છે? Ans: ગૌરીશંકર ત્રિપાઠી 

914 શાળાએ જતા બાળકોને વિમા કવચ પૂરું પાડતી ગુજરાત સરકારની યોજનાનું નામ જણાવો. Ans: વિદ્યાદીપ યોજના 

915 ‘ઘનશ્યામ’ કયા મહાન ગુજરાતી સાહિત્યકારનું ઉપનામ છે? Ans: કનૈયાલાલ માણેકલાલ મુનશી 

916 શેરબજારના નેપોલિયન તરીકે કયા સુરતી ઓળખાતા હતા? Ans: પ્રેમચંદ રાયચંદ 

917 શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના કયાં અને કયારે થઇ? Ans: વેરાવળ-ઇ.સ.૨૦૦૮

918 સૌ પ્રથમ મૂક ગુજરાતી ફિલ્મ કયારે બની? કઈ સાલમાં? Ans: કૃષ્ણ સુદામા- 1920 

919 પ્રકૃતિ શિક્ષણ આપતું ભારતનું એક માત્ર અભ્યારણ્ય કયું છે? Ans: હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભ્યારણ્ય 

920 કવિ રાજેન્દ્ર શાહને રાષ્ટ્રીય કક્ષાએ કયો પુરસ્કાર મળ્યો છે? Ans: જ્ઞાનપીઠ એવોર્ડ 

921 ગુજરાત રાજયનો કુલ વનવિસ્તાર કેટલો છે? Ans: ૧૮,૯૯૯.૫૧ ચો. કિ.મી. 

922 ખેડબ્રહ્મા, ઈડર અને શામળાજી નજીકની ટેકરીઓ કયા નામથી ઓળખાય છે? Ans: આરાસુરની ટેકરીઓ 

923 કયા પક્ષીઓ સૌથી વધુ ઝડપથી ઉડી શકે છે? Ans: કાનકડિયા 

924 આર્ય સમાજની સ્થાપના કોણે કરી? Ans: દયાનંદ સરસ્વતી 

925 વરાળથી ચાલતા સૉ જીનની શરૂઆત અમદાવાદમાં સૌપ્રથમ કોણે કરી? Ans: ત્રિભુવન શેઠ 

926 ભગવાન શ્રીકૃષ્ણે ગુજરાતમાં આવીને કઇ નગરી વસાવી? Ans: દ્વારિકા 

927 આઝાદ હિંદ ફોજના બચાવપક્ષે ધારદાર દલીલો કરી તેમને કેસ જીતાડનાર ગુજરાતી એડવોકેટ કોણ હતા? Ans: સર ભુલાભાઇ દેસાઇ 

928 ગોફગૂંથન - સોળંગારાસ કોણ કરે છે અને કયાંનું છે? Ans: સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓ

929 કનૈયાલાલ મુનશીના મત મજુબ નરસિંહ મહેતા કયા સૈકામાં થઈ ગયા? Ans: ૧૬મા સૈકા 

930 કયો ભૂસ્તરીય સમય આર્કિયન યુગનો એક ભાગ છે ? Ans: ધારવાડ 

931 ગુજરાતમાં ચીનાઈ માટીના ઉદ્યોગો કયાં વિકસ્યા છે? Ans: મોરબી 

932 ધરોઈ બંધ કયા જિલ્લામાં આવેલો છે? Ans: મહેસાણા 

933 બાર જયોતિર્લિંગમાંનું પ્રથમ જયોતિર્લિંગ ગુજરાતમાં કયાં આવેલું છે ? Ans: સોમનાથ 

934 ‘લાખો ફૂલાણી’ ફિલ્મના સંગીતકાર કોણ છે ? Ans: ગૌરાંગ વ્યાસ 

935 ‘ન્યાય જોવા હોય તો મલાવ તળાવ જુઓ’ આ મલાવ તળાવ કયા શહેરમાં આવેલું છે? Ans: ધોળકા 

936 ગુજરાતનું રાજય વૃક્ષ કયું છે? Ans: આંબો 

937 બાપા સીતારામ આશ્રમ કયાં આવેલો છે ? Ans: બગદાણા 

938 કાચબા - કાચબીનાં જાણીતા ભજનના રચયિતા કોણ છે? Ans: કવિ ભોજા ભગત 

939 નર્મદે ઇતિહાસ ક્ષેત્રે આપેલા પુસ્તકનું નામ આપો. Ans: રાજયરંગ 

940 ભારતની સૌથી મોટી સોફટવેર કંપની વિપ્રોના ચેરમેન કયા ગુજરાતી છે ? Ans: અઝીમ પ્રેમજી 

941 અંબાજી તીર્થ કઇ પર્વતમાળામાં આવેલું છે ? Ans: અરવલ્લી 

942 પોતાના શાસનકાળમા ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા? Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ-વડોદરા 

943 ‘રૂમીખાન’નો ખિતાબ ગુજરાતમાં કોને આપવામાં આવેલો છે ? Ans: અમીર મુસ્તુફા 

944 ગુજરાતી સાહિત્ય મંડળની સ્થાપના કયારે કયાં થઇ? Ans: ૧૯૨૩-સુરત 

945 હિંદની પ્રજાને સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય કરવા માટે ગાંધીજીએ ભારતમાં સૌપ્રથમ કયું ગુજરાતી અખબાર શરૂ કર્યું? Ans: નવજીવન 

946 ગુજરાતનો કયો જિલ્લો વિસ્તારની દૃષ્ટિએ ભારતભરમાં સૌથી મોટો ગણાય છે? Ans: કચ્છ 

947 ‘ભાષાને શું વળગે ભૂર’ - એવું કોણે કહ્યું છે ? Ans: જ્ઞાની કવિ અખો 

948 શુદ્ધાદ્વૈત સિદ્ધાંતના પ્રતિપાદક કોણ ગણાય છે ? Ans: કવિ દયારામ 

949 ૩૫ કી.મી. પહોળી ઇગ્લીશ ખાડીને ૧૨ કલાકમાં પસાર કરનાર ગુજરાતનો કોણ યુવાન તરવૈયો છે ? Ans: સુફિયાન શેખ 

950 ‘માધવાનલ કામ કંદલા દોગ્ધક’ - પદ્યવાર્તાના રચયિતા કોણ છે? Ans: કવિ ગણપતિ 

951 કચ્છની કઈ નદી કચ્છના નાના રણમાં જ સમાઈ જાય છે ? Ans: મચ્છુ 

952 પારસીઓ ગુજરાતમાં કયા બંદરે ઊતર્યા હતા? Ans: સંજાણ 

953 વઘઈમાં આવેલો ગુજરાતનો સૌથી મોટો બોટનિકલ ગાર્ડન કેટલા વિસ્તારમાં ફેલાયેલો છે? Ans: ૨.૪૧ ચો કિ.મી. 

954 કવિ પદ્મનાભ કયા રાજદરબારમાં રાજકવિ હતા? Ans: ઝાલોરનો રાજદરબાર 

955 દ્વારકાધીશનું નિજમંદિર સૌ પ્રથમવાર કોણે બંધાવ્યું હતું? Ans: વ્રજનાભ 

956 દક્ષિણ ગુજરાતના દુબળા જાતિના લોકોનું નૃત્ય કયા નામે ઓળખાય છે ? Ans: ઘેરિયા નૃત્ય 

957 અમદાવાદમાં સૌપ્રથમ મિલ માલિક સંગઠનની રચના કોણે કરી હતી? Ans: રણછોડલાલ છોટાલાલ 

958 કયા ગીતને ગુજરાત રાજયના પ્રતીક તરીકે લેવામા આવ્યું છે? Ans: જય જય ગરવી ગુજરાત 

959 ‘ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર’ની ઉપમા કોને આપવામાં આવી છે? Ans: નરસિંહરાવ દિવેટિયા 

960 માત્ર ૧૭ વર્ષની વયે શીતળાના કારણે આંખો ગુમાવવા છતાં હિંદુ અને જૈન દર્શન ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર વિદ્વાન કોણ હતા ? Ans: પંડિત સુખલાલજી 

961 ગુજરાતની કઇ ત્રણ નદીઓ અંતસ્થઃ ગણાય છે? Ans: સરસ્વતી, બનાસ અને રૂપેણ 

962 પ્રસિદ્ધ તીર્થ ઊંટડિયા મહાદેવ કઇ નદીના કિનારે આવેલું છે? Ans: વાત્રક 

963 ગુજરાતનું કયું સ્થળ એશિયાનું સૌથી મોટું વિન્ડફાર્મ ગણાય છે ? Ans: જામનગર 

964 ગુજરાતના ઈતિહાસમાં કયા કાળને સુવર્ણકાળ કહેવામાં આવે છે? Ans: સોલંકી કાળ 

965 વિસ્તારની દૃષ્ટિએ ભારતના રાજયોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે ? Ans: સાતમું 

966 લોથલમાં વસતા હડપ્પીય સંસ્કૃતિના લોકોએ કઇ ધાતુમાંથી ચોક્કસ માપ દર્શાવતી ફુટપટ્ટી બનાવી હતી? Ans: હાથીદાંત 

967 ગુજરાતમાં કાર્તિકી-પૂનમનો સૌથી મોટો મેળો કયાં ભરાય છે ? Ans: સોમનાથ 

968 પ્રસિદ્ધ મલાવ તળાવ ગુજરાતમાં કયાં આવેલું છે ? Ans: ધોળકા 

969 તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં’ - જેવી સુંદર રચનાના રચયિતાનું નામ જણાવો. Ans: કવિ ધીરો 

970 ગુજરાતમાં તમાકુનો સૌથી વધુ પાક કયા વિસ્તારમાં લેવાય છે? Ans: ચરોતર 

971 ગુજરાતી કવિ ભાલણ કયાંના વતની હતા ? Ans: સિદ્ધપુર 

972 શાહજહાંએ બંધાવેલો મોતીશાહી મહેલ કયાં આવેલો છે ? Ans: અમદાવાદ 

973 ગુજરાતના કયા રમતવીરનું નામ વોટરપોલોની રમતમાં જાણીતું છે? Ans: કમલેશ નાણાવટી 

974 ડાંગી નૃત્ય અન્ય કયા નામે ઓળખાય છે? Ans: ચાળો 

975 કચ્છમાંથી મળી આવેલા કરોડો વર્ષ જૂના અશ્મીઓને સાચવતું વિઠોર ફોસીલ પાર્ક કયાં આવેલું છે? Ans: માંડવી 

976 નર્મદ રચિત સુપ્રસિદ્ધ કવિતા ‘જય જય ગરવી ગુજરાત...’ સૌપ્રથમ ગુજરાતી ભાષાના કયા શબ્દકોષમાં પ્રકાશિત થઇ હતી? Ans: નર્મકોશ 

977 ‘મૂછાળી મા’ નામે ઓળખાતા ગુજરાતી બાળસાહિત્યકારનું નામ આપો. Ans: ગિજુભાઇ બધેકા 

978 કાંકરિયા તળાવ કઇ સાલમાં અસ્તિત્વમાં આવ્યું ? Ans: ઈ.સ. ૧૪૫૧ 

979 દૂધિયું તળાવ હિંદુઓના કયા યાત્રાધામ પાસે આવેલું છે? Ans: પાવાગઢ 

980 અશોકનો શિલાલેખ કયા પર્વતની તળેટીમાં આવેલો છે ? Ans: ગિરનાર 

981 સિદ્ધપુરનાં કયા સરોવર પાસે માતૃશ્રાદ્ધ કરવામાં આવે છે? Ans: બિંદુ સરોવર 

982 ગોંડલમાં કયો રાજવી મહેલ આવેલો છે? Ans: નૌલખા મહેલ 

983 વિવિધ રંગ ધરાવતા હોવાને કારણે દિવાળીઘોડા પક્ષીઓને કચ્છમાં શું નામ આપવામાં આવ્યું છે? Ans: ખત્રિયાણી 

984 મહાકવિ પ્રેમાનંદનો મુખ્ય વ્યવસાય શું હતો? Ans: માણભટ્ટ 

985 IIM-A ની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે ? Ans: ડૉ. વિક્રમ સારાભાઇ 

986 વર્તમાન સમયનો કયો કેન્દ્ર શાસિત પ્રદેશ ઇ.સ. ૧૫૩૫માં બહાદુર શાહ દ્વારા પોર્ટુગીઝોને સોંપી દેવામાં આવ્યો હતો? Ans: દિવ 

987 ગુજરાતનાં કયા અગ્રણી ઉદ્યોગપતિએ કેલિકો મિલની સ્થાપના કરી હતી? Ans: અંબાલાલ સારાભાઇ 

988 એક માન્યતા પ્રમાણે પ્રાચીન સમયમાં ગુજરાતની કઇ નદીનું નામ તેની આસપાસ મુકતપણે વિચરતા સાબર કે સાંભરના નામ પરથી પડ્યું હોવાનું મનાય છે? Ans: સાબરમતી 

989 કયા મહારાષ્ટ્રીયન કવિએ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે ? Ans: બાપુસાહેબ ગાયકવાડ 

990 કુમાર ગાંધર્વ એવૉર્ડ કયા રાજયની સરકાર આપે છે? Ans: ગુજરાત 

991 હાસ્ય સાહિત્યની વિસ્તૃત વિવેચના સૌપ્રથમ કોણે કરી? Ans: રમણભાઇ નીલકંઠ 

992 ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટની સ્થાપના કયારે થઇ હતી ? Ans: ઇ.સ. ૧૯૭૩ 

993 ગુજરાતમાં વિકસેલી કઇ જાણીતી લોકનાટ્યકળાનું નામ સંસ્કૃત શબ્દ ‘ભવ’ પરથી ઉતરી આવ્યું છે? Ans: ભવાઇ 

994 સ્વરાજની લડત માટે રવિશંકર મહારાજે કયુ પુસ્તક ઘરે ઘરે પહોંચતું કર્યું હતું? Ans: હિંદ સ્વરાજ 

995 ગુજરાતના કયા જિલ્લામાં આદિવાસીઓની વસ્તી મોટી માત્રામાં છે ? Ans: પંચમહાલ 

996 લાકડીનાં બે દંડા વડે રમાતો રાસ કયા નામે ઓળખાય છે? Ans: લકુટા રાસ 

997 ગાંધીજી કયા રાજયના રાજવીની સરમુખત્યારશાહી વિરુદ્ધ સત્યાગ્રહ પર ઉતર્યા હતા? Ans: રાજકોટ 

998 હેમચંદ્રાચાર્ચનું સાંસારિક નામ શું હતું? Ans: ચાંગદેવ 

999 ‘જેને રામ રાખે તેને કોણ ચાખે’ નામનું પદ કોણે રચ્યું છે ? Ans: કવિ ધીરો 

1000 ગુજરાતમાં રાષ્ટ્રભાષાના પ્રચાર માટે કઇ સંસ્થા કામ કરે છે? Ans: ગુજરાત પ્રાંતીય રાષ્ટ્રભાષા સમિતિ 

By :- www.anokhugujarat.in

0 ркЯિркк્рккркгી(ркУ):

ркЯિркк્рккркгી рккોрк╕્ркЯ ркХрк░ો