Anokha Gujaratno 1 Anokho Gujarati

બુધવાર, 20 જાન્યુઆરી, 2016

ગુજરાતના બે બાળકોને મળશે PMના હસ્તે બ્રેવરી એવોર્ડ

સાહસનો ઉત્‍કૃષ્‍ટ દાખલો પુરો પાડનાર બે અનાથ બાળકોને રાષ્‍ટ્રીય બાલવિરતા પુરસ્‍કારથી સન્‍માનવામાં આવશે. રાજયના આ બે બાળકો સહિત દેશભરના 25 બાળકોને આ પુરસ્‍કાર એનાયત થઇ રહયો છે જેમાં દાહોદ જીલ્લાના 13 વર્ષીય રાકેશ પટેલ અને 10 વર્ષીય કશીષ ધાનાણીને ગણતંત્ર દિવસ પહેલા તા.24મી જાન્‍યુઆરીએ નવી દિલ્‍હીમાં પ્રધાનમંત્રી બાળવિરતા પુરસ્‍કાર આપવામાં આવશે. આ બધા બાળકો ગણતંત્ર દિવસની પરેડમાં પણ સામેલ થશે.
દાહોદના દેવગઢ બારીયાના રૂવાવારી ગામના રહેવાસી અનાથ બાળકે ગયા વર્ષે 14 જૂને 6 વર્ષના દિનેશ પટેલને 20 ફુટ ઉંડા કુવામાં પડયા પછી બચાવી લીધો હતો. આ અનાથ બાળક પોતાના ઘર પાસે બેઠો હતો ત્‍યારે કેટલાક બાળકો દિનેશ કુવામાં પડી ગયો તેવા બરાડા પાડી રહયા હતા. ત્‍યારે રાકેશ નામના આ બાળકે ઘડીભરના વિલંબ વગર મિત્રો સાથે કુવા પર પહોંચી કુવામાં છલાંગ લગાવી હતી. દિનેશના વાળ પકડીને તેને કુવામાંથી બહાર કાઢયો હતો. આ કુવો વનસ્‍પતી અને ઝેરીલા કિડાઓથી ભરપુર હતો. રાકેશ નાનપણમાં તળાવમાં તરતા શીખ્‍યો હતો જે તેને એક જીંદગી બચાવવા માટે કામ લાગ્‍યું હતું.

આવી જ રીતે અમદાવાદમાં રહેવાવાળા કશીષ ધાનાણીએ પડોશમાં રહેતા પરિવારના જર્મન શેફર્ડ કુતરાના મોઢામાંથી પોતાની 15 મહિનાની બહેનને ફાડી ખાતા બચાવી હતી. આ ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો