ભારત પર 2020 સુધીમાં કબજો જમાવવાની (ઈસ્લામિક સ્ટેટ) આઈએસની યોજના છે. આઈએસનો હુમલો ખાળવા માટેની દેશમાં તૈયારી શરૂ થઈ ગઈ છે. આઈએસ જે વિસ્તાર પર પ્રથમ કબજો જમાવશે તે વિસ્તારના અનેક સ્થળોએ આઈએસના હુમલાને મારી હટાવવા માટે ટ્રેનિંગ કેમ્પ શરૂ થઈ ગયા છે. આ કેમ્પોમાં મહિલા અને પુરુષોને જ નહીં પણ બાળકોને પણ તાલિમ આપવામાં આવી રહી છે. બાળકોની વાત કરીએ તો ટ્રેનિંગ કેમ્પોમાં આઠ વર્ષના બાળકો પણ તાલિમ લઈ રહ્યા છે.
આઈએસ સામે લડવા માટે હિન્દુ સ્વાભિમાન સેનાની રચના કરવામાં આવી છે અને તે
ના નેતા છે ચેતન શર્મા છે. ગાઝિયાબાદ જિલ્લાના ડાસનાના મંદિરમાં આ સંગઠનનું હેડકવાર્ટર છે. હિન્દુ સ્વાભિમાન સેના મુઝફ્ફરનગર અને મેરઠ સહિતના ક્ષેત્રોમાં 50 જેટલા ટ્રેનિંગ કેમ્પ ધમધમે છે. અત્યાર સુધી 15,000 લોકોને યુદ્ધ માટેની તાલિમ આપવામાં આવી છે.
સંગઠન મુખ્યત્વે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં જ કેન્દ્રીત છે. ઉત્તર પ્રદેશનો આ વિસ્તાર કોમવાદની દ્ર્ષ્ટિએ ભારે સંવેદનશીલ છે. સંગઠનના મતાનુસાર આઈએસ 2020 સુધીમાં ભારતમાં સૌ પ્રથમ પશ્ચિમ ઉત્તર પ્રદેશ પર કબજો જમાવશે. ચેતમ શર્માએ જણાવ્યું હતું કે સંગઠનના સભ્યોની સંખ્યામાંસતત વધારો થઈ રહ્યો છે. આઠથી લઈને 30 વર્ષની વયના લોકો સંગઠનમાં જોડાઈ રહ્યા છે. અમે મુખ્યત્વે યુવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ.
સંગઠનમાં સીધેસીધા તલવાર અને બંદુક ચલાવવાની તાલિમ અપાતી નથી. પ્રથમ છ મહિના સુધી માનસિક તાલિમ અપાય છે. ગતાના છંદ શીખવાડવામાં આવે છે. હિન્દુ મોતથી ડરતા નથી. કારણ કે તે પુનઃજન્મ લે છે. મોદીનગર પાસે રોરી ગામના હિન્દુ સ્વાભિમાન કેમ્પમાં પૂર્વ સૈનિક પરમિંદર આર્ય સભ્યોને આઈએસ સામે લડવાની તાલિમ આપે છે. જ્યારે ગાઝિયાબાદના બમહેતામાં પૂર્વ પ્રોફેશનલ પહેલવાન અને માર્શલ આર્ટિસ્ટ અનિલ યાદવ ટ્રેનિગ આપી રહ્યા છે. હિન્દુ સ્વાભિમાન સેનાએ મંદિર બહાર એક સૂત્ર લખ્યુ છે જે કહે છે કે હિન્દુ સિંહો, શાનથી જીવવું હોય તો શાનથી મરવું સીખો.
0 ટિપ્પણી(ઓ):
ટિપ્પણી પોસ્ટ કરો